________________
૧૨
न पुनरिह शरीरी कामभोगैर्विसंख्य
श्चिरतरमपि भुक्कैस्तृप्तिमायाति कश्चित् ॥२८॥ આ જગતમાં સમુદ્ર તે નદીએથી કયારે પણ તૃપ્ત થતું નથી. અગ્નિ ઈધનથી કયારે પણ તૃપ્ત થતી નથી, તે કદાચ વગે તૃપ્તિ પામે, પરંતુ આ જીવ ચિરકાળ સુધી અનેક કામગ ભોગવ્યા છતાં કયારે પણ તૃપ્તિને પામતો નથી.
अपि संकल्पिताः कामाः संभवन्ति यथा यथा । तथा तथा मनुष्याणां तृष्णा विश्वं विसर्पति ॥३०॥
જેમ જેમ મનુષ્યને ઈચ્છાનુસાર ભેગે પ્રાપ્ત થતા જાય છે તેમ તેમ તેની તૃષ્ણા વધતી જઈ આખા લેક પર્યત ફેલાઈ જાય છે. मीना मृत्यु प्रयाता रसनवशमिता दन्तिनः स्पर्शरुद्धाः । बद्धास्ते पारिवन्धे ज्वलनमुपगताः पत्रिणश्वाक्षिदोषात् ।। भृङ्गा गन्धोद्धताशाः प्रलयमुपगताः गीतलोलाः कुरङ्गाः । कालव्यालेन दष्टास्तदपि तनुभृतामिन्द्रियार्थेषु रागः ॥३५॥
રસના ઈન્દ્રિયને વશ થઈ માછલાં મરણને પામે છે, સ્પર્શ ઇન્દ્રિયને વશ એવા હાથીને ખાડામાં પાડી બાંધવામાં આવે છે, પતંગિયું નેત્ર ઇન્દ્રિયને વશ થઈ અગ્નિની જવાલાઓમાં પડી બળી મરે છે, ભ્રમર ગધાસક્ત થઈ કમળમાં બીડાઈને મરે છે, મૃગ ગાનાસક્ત થઈ પ્રાણ ગુમાવે છે. એમ એક એક ઈન્દ્રિયને વશ પ્રાણુંએને મરતાં જોયા છતાં આ દેહધારીઓને રાગ ઈન્દ્રિયના વિષયમાં જે ને તે રહે છે. यथा यथा हृषीकाणि स्ववशं याति देहिनाम् । तथा तथा स्फूरत्युञ्चहदि विज्ञानभास्करः ॥११॥
જેમ જેમ ઇન્ડેિ પિતાના વશ થાય છે તેમ તેમ ભેદજ્ઞાન રૂપી સૂર્ય હૃદયમાં વિશેષ વિશેષ પ્રકાશ કરે છે. "