________________
૧૨૮
વારંવાર કહેવાથી પુનરુક્તિ દેષ લાગે છે છતાં હે જીવ! તું મેહ નિદ્રામાં ઉધ્યા કરે છે, કેમ જાગતો નથી? આત્મભવથી તું વિમુખ થઈ રહ્યો છે રાગદ્વેષ અને પાંચ ઇન્દ્રિયના વિષય સુખમાં તું ડગલે ને પગલે આસક્ત થઈ રહ્યો છે. અનેક દુઃખ તું પામે છે. તારાં આઠ કર્મ નાશ થતાં નથી. મહાપદથી ભ્રષ્ટ થઈ આ જગતમાં તું ભ્રમણ કરે છે. હે જગતવાસી છવા વિષયો પ્રત્યે ઉદાસીન-વૈરાગ્યવંત થઈ જાગૃત થા. શુદ્ધાત્માના અનુભવમાં સ્થિર થા કે જેથી પુનઃ આ લેકમાં જન્મ લેવો ના પડે. (૧૮) હૈયા ભગવતીદાસ બ્રહ્મવિલાસમાં કહે છે –
સવૈયા ૩૩ કહેકે કૂર તૂ ભૂરિ સહૈ દુખ પચનકે પરપંચ ભષાએ,
અપને રસકે નિત પષત હૈ હી તુમ લોભ લગાએ; . તુ કછુ ભેદ ન બૂઝત રેચક તેહિ દગા કરિ દેત બધાએ, હૈ અબ યહ દાવ ભલે તેહિ છતિ પંચ જિનદ બતાએ ૧૬
(પુણ્ય પચ્ચીસિકા) પાચે દિને બહેકાવી દઈને હે દુષ્ટ બુદ્ધિ જીવ! તું અતિશય દુઃખ શા માટે સહન કરે છે? ઈન્દ્રિયે તે પોતપોતાના વિષય રસને પોષે છે છતાં તું તેમાં લેભાઈ રહ્યો છે તું જરાય તેનો ભેદ સમજતો નથી. તે તે તેને દગો કરી બંધાવી દે છે. હે જીવ! આ ઠીક લાગ આવ્યો છે માટે શ્રી જિનેન્દ્ર પ્રભુએ બતાવ્યુ છે તે પ્રકારે તું આ પાંચે ઈન્દ્રિયોને જીતી લે, જેથી સત્ય સુખને પામે.
છપૈઈ રસનાકે રસમને પ્રાન પલમાંહિ ગુમાવે,
અલિ નાસા પરસંગ દૈનિ બહુ સંકટ પાવે;