________________
૧૨૨ (૧૫) શ્રી જ્ઞાનભૂષણ ભકારક તત્ત્વજ્ઞાન તરગિણીમાં કહે છે કે - कल्पेशनागेशनरेशसंभवं चित्त सुख में सततं तृणायते । कुखीरमास्थानकदेहदेहजात सदेति चित्रं मनुतेऽल्पधीः सुखं ।।
શુદ્ધ ચિપના સુખને મેં જાણી લીધું છે તેથી મારા ચિત્તમાં દેવેન્દ્ર, નાગેન્દ્ર, અને ચક્રવર્તીના મુખ જીર્ણ તૃણ સમાન ભાસે છે; પરંતુ જે અજ્ઞાની છે તે સ્ત્રી, લક્ષ્મી, ઘર, શરીર અને પુત્રાદિક દ્વારા ઉત્પન્ન ક્ષણિક અને વાસ્તવમાં દખરૂપ એવાં સુખને શાશ્વત સુખરૂપ માની લે છે, એ નવાઈ જેવું છે. खसुखं न सुखं नृणां किंवभिलापाग्निवेदनाप्रतीकारः । सुखमेव स्थितिरात्मनि निराकुलत्वाद्विशद्धपरिणामात् ॥४-१७॥ ઈન્દ્રિયજન્યસુખ સુખ નથી, પરંતુ જે તૃષ્ણારૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે તે વેદનાને ક્ષણિક ઉપાય છે. વિશુદ્ધ પરિણામ અને નિરાકુળતાથી આત્માને વિષે સ્થિતિ કરવાથી ખરું સુખ પ્રાપ્ત થાય છે,
पुरे ग्रामेऽटव्यां नगशिरसि नदीशादिसुतटे । मठे दो चैत्योकसि सदसि रथादौ च भवन ।। महादुर्गे स्वर्ग पथनभसि लतावनभवने । स्थितो मोही न स्यात् परसमयरतः सौख्यलयभाक् ॥६-१७|| • જે મનુષ્ય મોહી છે અને પરપદાર્થોમાં રક્ત છે તે જોઈએ તે નગરમાં હય, ગ્રામમાં હોય, વનમાં હોય, પર્વતના શિખર ઉપર હેય, સમુદ્રના તટે હોય, મઠ, ગુફા, ચિત્યાલય, સભા, રથ, મહેલ કે કિલ્લામાં હેય, સ્વર્ગ માં હેય, ભૂમિ, માર્ગ છે આકાશમાં હોય, લતામંડપ કે તબુ આદિઈ પણ સ્થાનમાં હોય, પરંતુ એને નિરાકુળ સુખ લેશ માત્ર પણ મળી શકતું નથી. - વ વા કયા મુદે વિજપે સુહે તd:
तन्नापूर्व निर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ॥१०-१७॥ .