________________
૧૧૭
કરે છે. જેમ રેગી મનુષ્ય દેહુ પણ ઘી દૂધ આદિ સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરે છે તે દેષ ઉત્પન્ન કરે છે પરંતુ તે સ્નિગ્ધ પદાર્થો તજી ઔષધ લેનારને દોષ ઉત્પન્ન કરતા નથી. તેથી વિવેકી પુરૂએ વિષયાભિલાષા તજી જ્ઞાની પુરુષનાં વચનામૃતનું સેવન કરવુ હિતકારી છે.
(૧૩) શ્રી અમિતગતિ આચાર્ય તત્વભાવનામા કહે છે – वाह्यं सौख्यं विपयजनितं मुंचते यो दुरन्तं । स्थेयं स्वस्थं निरुपममसौ सौख्यमाप्नोति पूतम् ।। योऽन्यैर्जन्यं भूतिविरतये कर्णयुग्मं विधत्ते । तस्यच्छन्नो भवति नियतः कर्णमध्येऽपि घोपः ॥३९॥
જે કઈ દુઃખરૂપી ફળને આપનાર આ બાહ્ય ઇન્દ્રિયના વિષચોના સુખને તજે છે તે સ્થિર, પવિત્ર, અનુપમ આત્મિક સુખ પામે છે. જે કઈ બીજાના શબે કાનમાં ન પડવા દેવા માટે પિતાના બંને કાન ઢાંકી દે છે, તેના કાનમાં એક ગુપ્ત અવાજ નિરંતર થયા કરે છે व्यावृत्त्येन्द्रियगोचरोरुगहने लोलं चरिष्णुं चिरे । दुर्वारं हृदयोदरे स्थिरतरं कृत्वा मनोमर्कटम् ।। ध्यानं ध्यायति मुक्तये भवततेर्निर्मुक्तभोगस्पृहो । नोपायेन विना कृता हि विधय सिद्धि लभते ध्रुवम् ॥५४॥
જે કઈ મહામહેનતે વશ થાય એવા આ મનરૂપી વાદરાને, જે ઇન્દ્રિયોના ગહન વનમા લેભી થઈ ચિરકાળથી ફરી રહ્યો છે, તેને હદયમા સ્થિર કરી બાંધી દે છે અને ભોગોની સ્પૃહા-વાંછાને ત્યાગ પરિશ્રમપૂર્વક ધ્યાન કરે છે તે મુક્તિને પામી શકે છે. ઉપાય કર્યા વિના નિશ્ચય સિદ્ધિ થતી નથી. पापानोकहसंकुले भववने दुःखादिभिर्दुर्गमे । थैरज्ञानवशः कषायविपर्यस्त्वं पीडितोऽनेकधा । रे तान ज्ञानमुपेत्य पूतमधूना विध्वंसयाशेषतो । विद्वांसो न परित्यजति समये शत्रूनहत्वा स्फूटं ॥६५॥