________________
૧૦૬
૪ રાગ ભાવ વિના ઇકિયેના ભોગ ભોગવાતા નથી. અને રાગભાવ બધનું કારણ છે તેથી તે સુખે કર્મબંધનું કારણ છે.
૫ ચંચળ છે, એક સરખું સુખ મળ્યા કરતું નથી, તથા સમતાભાવને બગાડે છે માટે ઈજિયનાં સુખ વિષમ છે.
(૩) શ્રી કુંદકુંદસ્વામી એક્ષપાહુડમા કહે છે કે – ताम ण णज्जइ अप्पा विसएसु णरो पवट्टए जाम । विसए विरचचित्तो जोई जाणेइ अप्पाणं ॥ ६६ ॥
જ્યા સુધી આ આત્મા ઇન્દ્રિયોના વિષયભોગોમાં આસક્ત થઈ પ્રવૃત્તિ કરે છે ત્યા સુધી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. જે ગી આ વિષયભોગથી વિરક્ત છે તે જ આત્માને યથાર્થ જાણી શકે છે, ઓળખી શકે છે.
अप्पा णाऊण गरा केई सब्भावभावपन्भट्टा । हिंडंति चाउरंगं विसएसु विमोहिया मूढा ॥६॥
જે મનુષ્ય અનુભવ પૂર્વક આત્માને ન જાણ્યા છતાં જાણ્યું. છે એમ માની પોતાના સ્વભાવની ભાવનાથી ભ્રષ્ટ રહ્યા કરે છે તે મૂઢ બુદ્ધિવાળે ઈનિા વિષયભોગમાં મેહિત રહેવાથી ચારે ગતિમાં ભ્રમણ કર્યા કરે છે.
जे पुण विसयविरत्ता अप्पा णाऊण भावणासहिया । छंडति चाउरंग तवगुणजुत्ता ण संदेहो ॥ ६८ ॥
પરંતુ જે કે મનુષ્ય ઈન્દ્રિયેના અસાર ભોગથી વિરક્ત થઈ આત્માને યથાર્થ જાણી તે આત્માની ભાવના, તપ અને મુનિઓના મૂળગુણાદિ સહિત કરે છે તે અવશ્ય ચારગતિરૂપ સંસારને છેદી. નાખે છે એમાં સંશય નથી.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય શીલપાહુડમાં કહે છે – • वारि एकम्मि य जम्मे मरिन विसवेयणाहदो जीवो। विसयविसपरिहया णं भमंति संसारकांतारे ॥ २२ ॥