________________
G૦
અને રેગોને વેઠીને સહન કરીને બનેલું છે. આવા શરીરમાં ધીર, વીર મુનિ ક્ષણમાત્ર પણ રાગ કરતા નથી.
एदं सरीरमसुई णिच्चं कलिकलुसमायणमचोक्खं । अंतोछाइद दिसि खिन्मिसभरिदं अमेज्झघरं ॥७८॥
આ શરીર બહુ અપવિત્ર છે. નિત્ય રાગદ્વેષ ઉત્પન્ન કરવાનું કારણ છે, અશુભ વસ્તુઓથી બનેલું છે, ચામડાથી ઢાંકેલું છે, અંદર પરુ રુધિર, માસ, ચરબી, વીર્ય આદિથી પૂર્ણ છે. મલમૂત્રને ભડાર છે. अहिणिछण्णं णालिणिवद्धं कलिमलभरिदं किमिउलपुण्णं । मंसविलित्तं तयपडिछण्णं सरीरघरं तं सददमचोक्खं ॥८३॥
આ શરીરરૂપી ઘર હાડકાથી છાયેલ છે, નસોથી બંધાયેલું છે, મળમૂવાદિથી ભરેલું છે, કીડાઓથી પૂર્ણ છે, માંસથી લીંપેલું છે, ચામડીથી ઢાકેલું છે. તે સદા અપવિત્ર જ છે. एदारिसे सरीरे दुग्गंधे कुमिमपूदियमचोक्खे । सडणपडणे असारे राग ण करिति सप्पुरिसा ।।८।।
આવું દુર્ગધવાળું, પરુ આદિથી ભરેલું, અપવિત્ર, સડવાપરવાના સ્વભાવવાળું, સાર રહિત, એવા આ શરીરમાં પુરુષે રાગ નથી કરતા
શ્રી સમતભાચાર્ય સ્વયંભૂસ્તોત્રમાં કહે છે – अजङ्गमं जंगमनेययन्त्रं यथा तथा जीवधृतं शरीरम् । वीभत्सु पूति क्षयि तापकं च स्नेहो वृथात्रेति हितं त्वमाख्यः ॥३२॥
હે સુપાર્શ્વનાથ ભગવંત! આપે જગતના કલ્યાણને માટે ઉપદેશ કર્યો છે કે આ શરીર સ્વયે જડ છે. જેમ કેાઈ સ્થિર યંત્રને કઈ ફેરવનાર ફેરવે, તેમ છવારા શરીર ચાલે છે. આ શરીર ધૃણાયુકત