________________
જેને આ શરીરમાં આત્મપણાની ગાઢ બુદ્ધિ છે તે પિતાને નાશ થશે એમ જાણીને મરણ અવસરે ડરે છે કે હવે મિત્ર, પુત્ર આદિને વિયોગ થશે, હું હવે મરી જઈશ.
શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે – अस्थिस्थूलतुलाकलापघटितं नद्धं शिरास्नायुभिश्चर्माच्छादितमस्रसान्द्रपिशितैलितं सुगुप्तं खलैः । कर्मारातिभिरायुरुद्घनिगलालग्नं शरीरालयं । कारागारमवैहि ते हतमते प्रीतिं वृथा मा कृथाः ॥ ५९ ।।
હે બુદ્ધિહીન ! આ શરીર રૂપી ઘર કારાવાસ સમાન છે, તેમાં વૃથા પ્રીતિ ન કર. આ શરીરરૂપી કેદખાનું હાડકાંરૂપી મોટા પત્થરોથી ચણેલું છે. નસો અને સ્નાયુઓના બંધવડે બાંધી રાખ્યું છે. ચામડાથી છાયેલું છે. રુધિર અને માંસથી લીંપેલું છે. દુષ્ટ કર્મરૂપી વેરીએ આ કેદખાનું બનાવેલું છે એને આયુ કરપી મજબૂત સાંકળ વાસેલી છે दीप्तोभयाग्रवातारिदारूदरगक्रीटवत् । जन्ममृत्युसमाश्लिष्टे शरीरे वत सीदसि ।। ६३ ॥
જેમ બને બાજુથી (છેડેથી) બળતા દિવેલાના લાકડામાં રહેલ કીડે બહુ દુઃખ પામે છે તેમ જન્મ અને મરણથી વ્યાપ્ત આ શરીરમાં અરે ! જીવ, તુ બહુ કષ્ટ પામે છે. उपायकोटिदूरक्षे स्वतस्तत इतोऽन्यतः । સર્વત: પતિનકાળે જાયે શોર્થ તવી છે
હે પ્રાણ ! હું આ શરીરની રક્ષા કરીશ એમ આગ્રહ કેમ રાખે છે? કરો ઉપાયો કરવા છતાં પણ આ શરીર રહેવાનું નથી ન તે તુ એની રક્ષા કરી શકીશ કે ન કે અન્ય એને બચાવી શકશે. તે અવશ્ય પતન પામવાનું છે. મૃત્યુ આવવાનું જ છે. शरीरेऽस्मिन् सर्वाशुचिनि बहुदुःखेऽपि निवसन् व्यरंसीन्नो नैव प्रथयति जनः प्रीतिमधिकाम् ।