________________
તિર્ક છે તે પણ આ જડ શરીરે તને અપવિત્ર બનાવી દીધો છે. આ શરીર તે મૂર્તિ છે, સદા અપવિત્ર, ચેતના રહિત છે. તે તે કેસર, કપૂરાદિ સુગંધિ વસ્તુઓને પણ દૂષિત કરી નાખે છે. આ શરીરને ધિક્કાર છે, ધિક્કાર છે.
हा हतोसितरां जन्तो येनास्मिस्तव सांप्रतम् । ज्ञानं कायाऽशुचिज्ञानं तत्त्यागः किल साहसः ॥२०॥
અરેરે! હે પ્રાણી ! તું અત્યંત ગાયે, નાશ પામ્યો. આ શરીરમાં મમત્વ કરી અતિ દુઃખી થયે. હવે વિચાર, આ શરીર અપવિત્ર છે એમ જાણવું તે સત્યજ્ઞાન છે. એનું મમત્વ તજવું એ સાહસનું કામ છે.
શ્રી અમિતગતિ તત્ત્વભાવનામાં કહે છે – संयोगेन दुरन्तकल्मषभुवा दुःख न कि प्रापितो । येन त्वं भवकानने मृतिजराव्याघ्रव्रजाध्यासिते ।। संगस्तेन न जायते तव यथा स्वप्नेऽपि दुष्टात्मना । किचित्कर्म तथा कुरुष्व हृदये कृत्वा मनो निश्चलम् ।।१७॥
જરા અને મરણ રૂપી વ્યાઘના સમૂહથી ભરેલા આ સંસાર વનમાં અતિ પાપને ઉત્પન્ન કરવાવાળા આ શરીરના સાગથી એવું કયું દુખ છે કે જે તે પ્રાપ્ત ના કર્યું હેય? હવે તું તારા મનને સ્થિર કરીને એવું કાર્ય કર કે જેથી ફરી સ્વમમાં પણ તને આ દુષ્ટ શરીરને સંબંધ થાય નહિ,
दुर्गधेन मलीमसेन वपुषा स्वर्गापवर्गश्रियः । साध्यंते सुखकारिणा यदि तदा संपद्यते का क्षतिः ॥ निर्माल्येन विगहितेन सुखदं रत्नं यदि प्राप्यते । लाभः केन न मन्यते बत तदा लोकस्थिति जानता ॥१८॥ શરીર તે દુર્ગધમય અપવિત્ર છે. એવા શરીરથી સ્વર્ગ અને