________________
ચામકે શરીર મહિં વસત લજાત નહિં,
દેખત અશુચિ તઉ લીન હેય તનમેં, નારિ બની કાહકી વિચાર કછુ કરે નાહિં,
રીઝ રીઝ મોહ રહે ચામકે બદનમેં; લક્ષ્મીકે કાજ મહારાજ પદ છાડિ દેત,
ડેલત હૈ રંક જૈસે ભકી લગનમેં, તનકસી આઉમે ઉપાય કઈ કેઉ કરે, જગત કે વાસી દેખ હાંસી આવે મનમેં. ૪
(પુણ્ય પાપ જગ મૂળ પરિસિક) ચાકડાના આ દેહમાં વસતાં આ જીવ લજજા પામતે નથી. પ્રત્યક્ષ અપવિત્ર જાણે છે છતાં તે દેહમાં મમત્વથી મગ્ન થઈ રહે છે. સ્ત્રી શાની બનેલી છે તેને કિંચિત વિચાર કરતા નથી, પણ તે ચામડાના શરીરમાં રાજીરાજી થઈ મેહ કરી રહ્યો છે. લક્ષ્મીને માટે મોટું રાજપદ મૂકીને લેભની લીનતામાં એક ગરીબની સમાન મગ્ન થઈ રહ્યો છે. આ આયુષ્ય અલ્પ છે છતાં તેને માટે કેટલાક ઉપાયે આદરે છે. આવા આ સંસારી જીવોને જોઈ મનમાં હાંસી આવે છે.
અચેતનકી દેહરી ન કીજે તાસું નેહરી,
સુ ઔગુનકી ગેહરી મહાન દુખ ભરી હૈ, વાહીકે સનેહરી ન આવે કર્મ છેહરી;
પાવે દુઃખ તેહરી જિન યાકી પ્રીતિ કરી છે, અનાદિ લગી જેહરી જુ દેખત હી ખેહરી,
તૂ યામેં કહા લેહરી રેગનકી કરી છે, કામ ગજ કેહરી સુરાગ દ્વેષકે હરી, તૂ તામે, દષ્ટિ દેયરી જે મિથ્થામતિ હરી હૈ. ૧૫
(સુબુદ્ધિ ચૌવીશી)