________________
કરવાના ઉપાય કરે છે. જે રાજ્યવિરૂદ્ધ કઈ અયોગ્ય કામ કરવાથી કઈ વખત દંડ પામે છે તે કારાવાસમાં જઈ પોતાની બધી પ્રતિષ્ઠા ગુમાવી દે છે. સર્વ સંસારનાં દુઃખનું મૂળ ભેગોની તૃષ્ણ છે. ઘર પાપોથી મરી દુર્ગતિમા જન્મ પામે છે, મનુષ્યપણામાંથી એકેય થઈ જાય છે. - જે વિચાર કરી જોઈએ તે સસારના સર્વે મિથ્યા દષ્ટિપ્રાણીઓ ઈન્ટિના ભોગેની લોલુપતાથી રાત્રિદિવસ આકુળવ્યાકુળ અને ઉદ્યમિત થઈ રહે છે. આ તૃષ્ણાવશે કીડીઓ બહુ દાણા એકઠા કરે છે. માખીઓ મધ એકઠું કરે છે. પતંગિયું ચક્ષુઈન્દ્રિયના રાગથી દીપકની જાળમાં બળી પ્રાણ ગુમાવે છે. નાસિકા ઈન્દ્રિયને વશ થઈ ભ્રમરે કમળની અંદર બીડાઈ જઈ મરી જાય છે. રસના ઇન્દ્રિયને વશ થઈ માછલીઓ જાળમાં ફક્સાઈ જઈ તરફડી તરફડી પ્રાણ ગુમાવે છે. સ્પર્શ ઈન્દિને વશ થઈ હાથી પકડાઈ જાય છે. કર્ણ ઇન્દ્રિયને વશ થઈ હરણું જાળમાં સપડાઈ પરાધીન થઈ જાય છે. આ ઈન્દ્રચેની તૃષ્ણાને વશીભૂત થઈ આ પ્રાણ અત્યંત આંધ થઈ જાય છે. આમ અનંત જ વીતી ગયા, આ છે આ અધભાવમાં આ જન્મારે પણ ગુમાવ્યા અને અત્યારે ગુમાવી રહ્યો છે.
ઈન્દ્રિય સુખ તે સાચું સુખ નથી, માની લીધેલું છે. જે જેમાં સુખ માની લે છે તેમાં તેને સુખ ભાસે છે. આ ઇન્દ્રિય સુખ તા પરાધીન છે. બીજા પદાર્થોના સોગ વિના ઇન્દ્રિય સુખ મળતું નથી. એની પ્રાપ્તિ માટે બહુ ઉદ્યમ કરી કષ્ટ સહવું પડે છે. તે પણ જે પુણ્ય કર્મની અંતરંગ મદદ ન હોય તે ઉદ્યમ કરવા છતા પણ ઈચ્છિત પદાર્થને લાભ થતા નથી. જગતમાં એવા પુણ્યાત્મા બહુ ઓછા છે કે જેને જેવો ચાહે તે પદાર્થ મળે. ઘણા ખરા છો તે પદાર્થની અપ્રાપ્તિના દુખથી દુખિત થયેલા રહે છે એ ઈચ્છતા હતો કે સ્ત્રી આજ્ઞાકારિણી નીવડશે પણ તે એવી ના નીકળી, ઈચ્છતો હતો કે પુત્ર સુપુત્ર અને આજ્ઞાકારી થશે પણ તે તે કુપુત્ર નીવડે,