________________
આ દેહ જડ એવા પુદ્ગલનું મંદિર છે, તેમાં સ્નેહ તું ના કર, અનેક અવગુણનું ધામ અને મહા દુઃખને ભરેલ છે. તે દેહના મમત્વ–સ્નેહથી કર્મને છેડે આવતા નથી પણ તેની પ્રીતિ કરવાથી જીવ દુઃખ પામે છે. અનાદિથી દેહને સંજોગ છે અને જોતાં જેતા નાશ પામે તે ક્ષણિક છે. એવા આ રોગના ધામરૂપ દેહમાં તું શું કહેર માની રહ્યો છે-મગ્ન થઈ રહ્યો છે. કામરૂપી ગજને હણનાર કેશરી સમાન તું, રાગદેપને ત્યાગી તું આમાં દષ્ટિ નાંખ-વિચાર કર કે જેથી તારી મિશ્યામતિ નાશ પામે.
દેખ દેહ ખેત ક્યારી તાકી ઐસી રીતિ ન્યારી,
બેએ કછુ આન ઉપજત કછુ આન હૈ, પંચામૃત રસ–સેતી પોખિયે શરીર નિત, | ઉપજે રધિર માંસ હાડનિકે કાન ; એતે પર રહે નહિ કલ્પેિ ઉપાય કટિ,
છિનકમેં વિનશિ જાય નાઉન નિશાન ; એ દેખ મૂરખ ઉછાહ મન માહિ ધરે, ઐસી મૂઠ વતનિ સાંચ કરી માન હૈ ૧૦૨-૧૦૩.
(શતઅષ્ટોત્તરી.)
હે જીવ! જરા વિચારી જે. આ દેહરૂપી ખેતરની વાડીની રીતિ કઈ ન્યારી છે. તેમાં વાવે કઈ અને પાકે કંઈ અન્ય. આ શરીરને નિત્ય પંચામૃત રસથી પપીએ પણ તેનું તે લોહી અને માંસ જ થાય છે. આ દેહ તે હાડકાંનું સ્થાન છે. તેમ છતાં કોટિ ઉપાયો કરવા છતાં આ દેહ સ્થિર રહેતું નથી પણ ક્ષણમાં નાશ પામે છે અને તેનું નામ કે નિશાન પણ રહેતું નથી. આ દેહ જેવા છતાં મૂરખ જન વૈરાગ્ય પામવાને બદલે મનમાં ઉલ્લાસ પામે છે અને દેહ જેવી આવી સિગ્યા વાતને પણ સાચી કરીને માને છે