________________
લટકી રહ્યો. શ્વાસ લેવાના પણ કઠણ હેાવાથી લેશ શ્વાસ લેવા પણ તલસ્યા કરતા હતા. કદાચ આયુ સંયોગથી કંઈ ત્યાં જીવતા રહ્યો, ખેંચ્યા તે તું ગર્ભની બહાર આવ્યું અને લેાકેાની દૃષ્ટિને પ્રસન્ન કરી. અને આજે તે તું આ યુવાનીના તેરમાં લીન છે. તેથી તું ક્યાંથી મહાર આવ્યા છે તે ભૂલી ગયા છે.
ત્રીજો અધ્યાય.
ભાગાનું સ્વરૂપ
જેમ સંસાર અસાર છે, શરીર અપવિત્ર છે, તેમ ઇંદ્રિચેાના ભાગ અતૃપ્તિકારી, અસ્થિર અને તૃષ્ણાને વધારનાર છે. તેને ભાગવવાથી ક્રાઈને પણ તૃપ્તિ થઈ શકતી નથી. જેમ જલ રહિત વનમાં મૃગ તરસ્યું" થાય છે, ત્યાં પાણી તેા નથી પર’તુ દૂરથી ચમકતા ઘાસ કે રેતીમાં તેને પાણીના ભ્રમ થઈ જાય છે. તે પાણી સમજી ત્યાં જાય છે પરંતુ ત્યાં પાણી ન મળતાં તે વધારે તૃષાતુર થાય છે. વળી ફરી દૂર જુવે છે તેા ખીજી ખાજી જલના ભ્રમથી જાય છે. ત્યાં પણ પાણી ન મળવાથી અધિક તૃષાતુર થાય છે. એ પ્રકારે ઘણા વખત સુધી ભ્રમમાં ભટકતા રહેવા છતાં તેને પાણી મળતું નથી. અંતમાં તે તૃષાની વેદનાથી તરફડી તરક્કી પ્રાણ છેડે છે. આ દશા આ સર્વે સંસારી પ્રાણીઓની છે. આપણે સર્વે સુખ ઈચ્છીએ છીએ, નિરાકુલતા ઇચ્છીએ છીએ.