________________
શ્રી કુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં કહે છે – एकेकंगुलिवाही छण्णवदी होति जाणमणुयाणं । अवसेसे य सरीरे रोया भण कित्तिया भणिया ॥३७॥
આ મનુષ્ય દેહમા એક એક આંગળ જેટલી જગામાં (૯૬) છનું છનું રેગ હેય છે તે સર્વ શરીરમાં કેટલા રોગ હશે? ते रोया वि य सयला सहिया ते पखसेण पुव्वभवे । एवं सहसि महाजस किं वा बहुएहिं लविएहि ॥३८॥
હે મહાજશ તે પૂર્વભવમાં પરવશતાએ એ રોગને સહ્યા છે, એવા ફરી સહન કરવા પડશે, વધારે શું કહીએ? पित्तंतमुत्तफेफसकालिजयरुहिरखरिसकिमिजाले । उयरे वसिओसि चिरं नवदसमासेहिं पत्तेहिं ॥३९॥
હે મુનિ ! તુ એવા મહા અપવિત્ર ઉદરમાં નવ દશ માસ વસ્યો છે કે જે ઉદર પિત્ત અને આંતરડાંથી વી ટળાયેલ છે, જ્યાં મૂત્ર, ફેફસા, કલેજુ, રુધિર, લીંટ અને અનેક કીડાએ હેાય છે. सिसुकाले य अयाणे असुईमज्झम्मि लोलिओसि तुर्म । असुई असिया बहुसो मुणिवर ! बालत्तपत्तेण ॥४१॥
હે મુનિવર ! તું બાળપણામાં–અજ્ઞાન અવસ્થામાં અશુચિ અપવિત્ર સ્થાને મા અશુચિમાં આવ્યો છે અને તે બહુવાર અશુચિ વસ્તુ પણ ખાધી છે. मंसद्विसुक्कसोणियपित्तंतसक्तकुणिमदुग्गंधं । खरिसवसपूयखिन्भिस भरियं चिंतेहि देहउडं ॥४२॥
હે મુનિ ! આ દેહરૂપી ઘડાને એમ વિચાર કે આ દેહરૂપી ઘડો માંસ, હાડકાં, વીર્ય, રુધિર, પિત્ત, આતરડાંથી ઝરતી (મૃતદેહના) શબના જેવી દુર્ગધ, અપકવ મળ, ચરબી, પર આદિ મલિન વસ્તુઓથી પૂર્ણ ભરેલે છે.