________________
શરીર અને એના સંબંધીઓને માટે બુદ્ધિમાને પાપમય, અન્યાયમય અને હિંસામય જીવન વ્યતીત કરવું જોઈએ નહિ, સ્વપર ઉપકારી જીવન જીવી આ દેહને સફળ કર જોઈએ. આ શરીરમાં વસવું એ એક ધર્મશાળાના વાસ સમાન માનવું જોઈએ. જેમ ધર્મશાળામાં રહેલ મુસાફર ધર્મશાળામાં રહેતા બીજા મુસાફરે સાથે સ્નેહ કરે છે છતાં મેહ નથી કરતે, તે જાણે છે કે ધર્મશાળામાંથી શીઘ જવાનું છે. તે પ્રકારે શરીરમાં રહેતે બુદ્ધિમાન છવ શરીરના સબધીઓથી મેહ કરતો નથી, પ્રોજન વશ સ્નેહ રાખે છે. તે જાણે છે કે એક દિવસ શરીરને મૂકવું પડશે, ત્યારે આ સર્વ સંબધ સ્વમ સમાન થઈ જશે આ શરીરરૂપી ઝૂંપડીને પુદ્ગલોથી બનેલી જાણી એનામાં મેહ કે મૂચ્છભાવ રાખ જોઈએ નહિ આ ઝુંપડી છે હું એમાં રહેવાવાળા આત્મા જુદા છું. ઝૂંપડી બળે પણ હું નથી બળી શકતો, ઝૂંપડી ગળે પણ હું નથી ગળી શકતો, પડી પડે પણ હું નથી પડી શકતો, ઝૂંપડી જૂની થાય પણ હું નથી ઘરડે થઈ શકતે એ પુદ્ગલરૂપ છે, પૂરણ–ગલણ એને સ્વભાવ છે, તે જડ છે, મૂર્તિક છે જ્યારે હુ તે અમૂર્તિક, અખંડ આત્મા છું. જેમ દેહને વસ્ત્રને સબધ છે તેવો મારો અને શરીરને સબ ધ છે. કપડું ફાટે, ગળે, સડે, છૂટે પણ મારે દેહ નથી કપાતે, સડતો કે ગળતા, કપડુ લાલ, પીળુ, લીલુ, હાય પણ દેહ લાલ, પીળા, લીલે થતો. નથી, એવી રીતે શરીર બાળક હોય, યુવાન હૈય, વૃદ્ધ હાય, રાગી હોય, પતનશીલ હોય પણ હુ આત્મા છું, હું બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, રેગી નથી, પતનશીલ નથી. જ્ઞાની પુરુષોને એ યોગ્ય છે કે આ શરીરના સ્વભાવને જાણી-વિચારી તેના ઉપર મેહ ના કરે. આ શરીરની અપવિત્રતા તે પ્રત્યક્ષ પ્રગટ છે. જેટલા પવિત્ર પદાર્થો છે. તે પણ શરીરને સ્પર્શ પામતા જ અપવિત્ર થઈ જાય છે. પાણી, ગધ, રૂ, વસ્ત્ર આદિ શરીરના સ્પર્શ પછી ગ્રહણ કરવામાં બીજા એને અપવિત્ર સમજે છે નગર કે ગામની બધી ગદકીનું કારણ મનુષ્યના દેહને મળ છે.