________________
પરંતુ કર્મભૂમિનાં મનુષ્યો અને નિયમોનું અકાળ મરણ પણ થઈ જાય છે. જેમ આખી રાત બળે એટલું તેલ દિવામાં હોય પરંતુ કે કારણથી જે તેલ તેમાંથી ઢળી જાય તે દિવો જલદી ઓલવાઈ જાય છે, તેમ આયુકર્મની વર્ગણાઓ સમય સમય ફળ આપી ખરતી જાય, છે. તે જો તે જ પ્રમાણે ઉદયમા આવ્યા કરે, કઈ પ્રતિકૂળ કારણ. ના મળે તે પૂરું આયુષ્ય ભેગવાય છે. પરંતુ અસાતવેદનીયન ઉદયથી જે કઈ તીવ્ર અસાધ્ય રોગ ઉત્પન્ન થઈ જાય, વિષ ખાવામાં આવી જાય, તલવાર લાગી જાય, અગ્નિમાં બળી જાય, જલમાં ડૂબી જાય, કે કોઈ બીજો અકસ્માત થઈ જાય તે આયુકમની ઉદીરણ થઈ જાય છે. અર્થાત બાકી રહેલ આયુકર્મની વર્ગણુઓ બધી એકદમ ખરી જાય છે. અને મૃત્યુ થઈ જાય છે. એવા પતનશીલ, મલિન ભયકર રોગથી પીડા પામતા શરીરમાં અજ્ઞાનીજન મોહ કરીને રાતદિવસ એની સારવારમાં લાગી રહે છે. અને પોતાને શરીરરૂપ જ માની લે છે. શરીરના મેહમાં એટલો મૂચ્છવાન થઈ જાય છે કે તે પોતાના આત્મા તરફ દકિટ પણ નથી કરતા, ધર્મસાધનથી વિમુખ રહે છે. અંતમાં રૌદ્રધ્યાનથી નરકમાં કેઆર્તધ્યાનથી તિર્યંચગતિમાં જઈ જન્મે છે
મનુષ્યનું શરીર મલિન, ક્ષણભંગુર અને પતનશીલ છે છતાં જો એને સેવકની સમાન રાખવામાં આવે અને એનાથી પિતાના આત્માનું હિત કરવામાં આવે તે આ શરીરથી આત્મા પિતાની બહુ ભારે ઉન્નતિ કરી શકે છે. તપ કરીને અને આત્મધ્યાન કરીને એ ઉપાય કરી શકે છે કે જેથી થોડા કાળ પછી શરીરનો સંબંધ જ છૂટી જાય. નોકરને જેમ પગાર આપવામાં આવે છે કે જેથી તે તંદુરસ્ત રહી નેકરી કરી શકે અને આજ્ઞામાં રહી પોતાના કામમાં પૂરેપૂરી મદદ કરે તેમ આ શરીરને તંદુરસ્ત રાખવાને માટે યોગ્ય ભોજનપાન આપવું જોઈએ. એને એવું ખાવાપીવાનું ન આપવું જોઈએ કે જેથી તે આળસુ, રેગી ને ઉન્મત્ત બની જાય. એને