________________
આવું અપવિત્ર શરીર પણ જે ધર્મ રત્નથી વિભૂષિત હેય તે પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. તેથી આપણે બધાને એ યોગ્ય છે કે આનરદેહને પુદગલમય, અશુચિ, નાશવંત અને આયુષ્ય કર્મને આધીન ક્ષણિક સમજી,એના દ્વારા જે કંઈ આત્મહિત સાધન થઈ શકે તે શીધ્ર કરી લેવું. જે વિલંબ કર્યો તે આ શરીર દગો દેશે અને મરતી વખતે પસ્તાવું પડશે કે મેં કઈ ના કર્યું, શરીરનું
સ્વરૂપ આત્માના સ્વરૂપથી તદ્દન જુદું છે. તે શરીરને પિતાનાથી ભિન્ન જાણું તેના પ્રત્યે વૈરાગ્યભાવ જ રાખવું જોઈએ. આ શરીરથી એ પ્રયત્ન કરવા જોઈએ કે જેથી ફરી શરીરની પ્રાપ્તિ થાય નહી, ફરી આ શરીર૩૫ કેદખાનામાં આવવું ના પડે, અને સદાને માટે પોતે સ્વાધીન પરમાનન્દમય થઈ જાય. આ મિથ્યાત્વરૂપી અંધકારમાંથી નીકળી સમ્યફવરૂપ પ્રકાશમાં આવવા માટે પૂરેપૂરે પ્રયત્ન આપણે કર જોઈએ.
જૈન આચાર્યોએ શરીરનું સ્વરૂપ કેવું કહ્યું છે તે નીચેનાં શાસ્ત્રોનાં વાકયોથી પ્રગટ સમજાશે.
શ્રી કુંદકુંદાચાર્યે કાદશાનું પ્રક્ષામાં કહ્યું છે કે – दुग्गंध वीभत्थं कलिमलभरिदं अचेयणं मुत्तं । सडणप्पडणसहावं देहं इदि चिन्तए णिचं ॥४४॥
જ્ઞાનીએ નિત્ય એવું વિચારવું જોઈએ કે આ શરીર દુર્ગધમય છે, ધૃણાય છે, મેલથી ભરેલું છે, અચેતન છે, મૂર્તિક છે અને સડણપણ સ્વભાવવાળું છે देहादो वदिरित्तो कम्मविरहिओ अणंतसुहणिलयो । चोक्खो हवेइ अप्पा इदि णिचं भावणं कुञा ॥४६॥
દેહમાં વસવા છતાં દેહથી દે, કર્મોથી ભિન્ન, અનંત સુખસમુદ્ર, અવિનાશી, પવિત્ર આત્મા છે એવી ભાવના સદા કરવી યોગ્ય છે.