________________
બીજો અધ્યાય. ”
શરીર સ્વરૂપ. આ સંસારમાં જે જે આત્માઓ ભ્રમણ કરે છે તે સર્વે શરીરના સાગ સહિત છે. જે શરીરને સાગ ના હેત તો સર્વ આત્માઓ સિદ્ધ પરમાત્મા હેત. સંસારને અભાવ જ હેત વાસ્તવમાં શરીર અને આત્માને દુધ અને પાણી જેવો સંબંધ થઈ રહ્યો છે. આત્મા અતિ સૂક્ષ્મ અતી યિ પદાર્થ છે, અને શરીર જડ મૂર્તિક પુગલ પરમાણુઓના સકંધનું બનેલું છે તેથી સંસારી પ્રાણીઓની
સ્થલ દષ્ટિમાં આત્માના અસ્તિત્વને વિશ્વાસ હોતો નથી. કારણ કે રાત અને દિવસ શરીરનું જ પ્રભુત્વ અને સામ્રાજ્ય વતી રહ્યું છે. આત્માનું મહત્તવ ઢકાઈ રહ્યું છે.
આ માહી પ્રાણી બાહ્ય સ્થૂળ શરીરને જ આત્મા માની રહ્યું છે. તે શરીરને જન્મવાથી પિતાને જન્મ, તેના મરણથી પિતાનું મરણ, તેના રેગી થવાથી પિતાને રાગી, તે દુર્બળ થવાથી પિતાને દુર્બળ, તેના વૃદ્ધ થવાથી પિતાને વૃદ્ધ, તેના નીરોગીપણાથી પોતાને નીરોગી, તેના સશકતાપણાથી પોતાને સશક્ત, તેના યુવાનપણથી પોતાને યુવાન માની રહ્યો છે. ધનવાન માતાપિતાને ઘેર જ હોય તો પોતાને ધનવાન માને છે. જે નિર્ધનને ત્યાં જો હોય તે નિધન માને છે. રાજ્યકુળમાં ઉત્પન્ન થયેલ પોતાને રાજા, દરિદ્રકુળમાં ઉત્પન્ન થયેલે પોતાને દરિદ્ર, ખેડુતના કુળમાં ઉત્પન્ન થયેલે પોતાને ખેડૂત, વણકર જાતિમાં જન્મેલે પોતાને વણકર, દરજીના કુળમાં જન્મેલો પોતાને દરજી, ધોબીના કુળમાં જન્મેલે પોતાને ઘેબી, ચમારના કુળમાં ઉત્પન્ન થયેલો પોતાને ચમાર, સેનીના કુળમાં જન્મેલે પોતાને સોની, લુહારને કુળમાં ઉત્પન્ન થયેલો પોતાને લુહાર, સુથારના કુળમાં જન્મેલા પોતાને