________________
પરણીગમન આ સાત વ્યસને ઘેરાતિર નરકમાં ઘસી જાય છે ?
નળરાજા, પાંડ વગેરે જુગારથી રાજ્યભ્રષ્ટ થયા, કૃષ્ણજી જેવા વાસુદેવ હયાત છતાં દ્વારિકાને મદિરાપાનથી નાશ થયો. દશરથ રાજા શિકારથી દુષિત થયા, શ્રેણીકરાજા માંસ વ્યસનથી નરકમાં ગયા, રાવણ, દુર્યોધન આદિ પર ની લપટયથી ભ્રષ્ટ થયા અને કૃતપુણ્ય શેઠ વેશ્યાગમનથી નિધન થયા. ચોરીના વ્યસનથી તે અનેક આત્માએ મરણને શરણ થયા છે. આ બધાં પાપ કાર્યોનાં દુષ્ટ ફળ છે. આથી પકાર્યોથી ડરવું. એ ગૃહસ્થોના સામાન્ય ધર્મનું લક્ષણ છે.
જ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવા
અન્ય શિષ્ટ પરષોને માન્ય આચારો કે-જે ઘણા કાળથી સર્વત્ર વ્યવહાર રૂપ બની ગયા છે. જેવા કેજમવું, જમાડવું, વસ્ત્ર પહેરવાં, પહેરામણી કરવી, વગેરે અનેક પ્રકારના લૌકિક વ્યવહારનું પાલન કરવું. જે તેમ કરવામાં ન આવે તે દેશના લોકો સાથે વિરોધ થાય, ધર્મની નિંદા થાય વગેરે અનેક પ્રકારે અહિત થાય. કહ્યું છે કે
ગી પરુષો આખી પૃથ્વીને અર્થાત સકલ લેકને ભૂલ કરતાં જુએ છે. તથાપિ તેઓ મનથી પણ દેશાચારની १९ धतं च मांसं च सुरा च वेश्या, पापर्धिचौर्ये परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥
શ્રાદ્ધનુવિવા. ધ-૨