________________
૧૫૫
પરમાત્માના દર્શન કરવાના વિચાર માત્ર આદિથી જે ફલ મલે છે, તેનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે, તે માત્ર પ્રભુદર્શનને મહિમા બતાવવા માટે કેવળ અતિશયોક્તિ રૂપ છે એમ નહિ, પરંતુ કર્મસિદ્ધાંતના નિયમ પ્રમાણે યુક્તિયુક્ત પણ છે. ઉત્કૃષ્ટ અધ્યવસાય યાવત્ કેવળજ્ઞાન પણ અપાવે છે તે તેનાથી બીજા અવાંતર લાભ મળે તેમાં કંઈ પણ નવાઈ ગણાય નહિ. શ્રી જિનેશ્વરદેવનું દર્શન કરવા જનારે એક એવી મહાન અને પરમેસ્કૃષ્ટ વ્યક્તિ પાસે જાય છે, કે જે પરમાત્માએ જગતના તમામ જીનું સંપૂર્ણ સુખ ઈચ્છેલું છે અને ધર્મનું પરિપૂર્ણ પાલન પણ પિતાના જીવનથી કર્યું છે.
એવા મહાન ધમના ધર્મની અનુમોદનાને અધ્યવસાય દર્શન કરવા જનારને હોય છે. જેને ધર્મ સાગર કરતાં પણ મહાન છે તે ધર્મ સાગરમાં આપણું અનુમોદના રૂપ ધર્મને એક અંશ પણ ભળે છે, તે પણ અક્ષય અને અનંત બની જાય છે અને એથી સદ્ગુણના અનુદકને પણ મહાન લાભ થાય છે
જેમ પાપ નહિ કરવા છતાં બીજાનું અશુભ ચિંતવવા રૂપ પાપના અધ્યવસાય માત્રથી પાપને બંધ થાય છે. તેમ પરિપૂર્ણ ધર્મનું પાલન કરનાર પ્રભુના ધર્મની અનુમોદના કરનાર પણ ધર્મને ભાગીદાર બને છે.
વળી સદ્ગુણને માટે એક નિયમ એ છે કે જે વાસ્તવિક સદ્ગુણ છે, તેના વર્ણનમાં કદી પણ અતિશક્તિ