________________
પુરૂષને નથી ખાળતે એમ કહ્યું. પણ ઘણા ભાગે તે ક્રોધની. અસર બીજા ઉપર થાય છે. કારણ કે સમભાવથી ભાવિત આત્મા તે કઈક વિરલ જ હોય છે.
ક્રોધને જીતવાના ઉપાયે. કોધ રૂપી અગ્નિને જલદી શાન્ત કરવા માટે સંયમ રૂપ બગીચાને પલ્લવિત કરનાર પાણીની નીક સમાન ક્ષમાને આશ્રય કરે જઈએ. મનુષ્ય સત્ત્વ ગુણને લીધે અથવા ભાવનાના બળથી કોઇને રોકી શકે છે. તેની ભાવના આ પ્રમાણે કરવી. જે મનુષ્ય પાપને બંધ કરીને મને નુકશાન કરવા ઈચ્છે છે, તે ખરેખર પિતાના કર્મથીજ હણાયેલ છે, તે તેના ઉપર કયે વિવેકી પુરૂષ કોપ કરે? વળી જે તું તારા અપકાર કરનારા ઉપર ગુસ્સે થાય છે, તે વધારે દુઃખના કારણભૂત તારા કર્મ ઉપર કેમ ગુસ્સે નથી થતું? જે દૂર કર્મની પ્રેરણાથી બીજે તારા ઉપર કેપ કરે છે, તે કમની ઉપેક્ષા કરી બીજા ઉપર ક્રોધ કરતાં, હું શા માટે સ્થાનિવૃત્તિને આશ્રય કરું? કુતરો લાકડી મારનારને છેડી દઈલાકડીને બચકું ભરે છે, જ્યારે સિંહ બાણને બચકું નહિ ભરતા તેને મારનારને પકડવાને પ્રયત્ન કરે છે, અજ્ઞાની મનુષ્ય પિતાનું નુકશાન કરવામાં નિમિત્ત થનારને નુકશાનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્ઞાની મનુષ્ય નિમિત્તને દેષ નહિ કાઢતાં પિતાનાં અશુભ કર્મને નાશ કરવા પ્રયત્ન કરે છે શ્રી મહાવિર સ્વામી પરિષહે અને ઉપસર્ગો સહન કરવા માટે સ્વેચ્છ દેશમાં વિચર્યા, તે વગર યને પ્રાપ્ત થયેલી ક્ષમાને ધારણ