________________
પso આપનાર છે. કેટલાક મહિના સુધી આ નિયમિત અભ્યાસ કરનારને માનસિક બલમાં સ્પષ્ટ વધારો થયેલ માલમ પડે છે. અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે નવીન વિચાર કરી શકે છે. આ સર્વે વિચારોની ઉત્પત્તિનું મુલ આપણે આત્મા છે. સત્તામાં રહેલી શક્તિઓ આવા વિચારો દ્વારા બહાર આવે છે. અભ્યાસીઓએ આ વાત વારંવાર સ્મરણમાં રાખવી કે અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરી છે એક દિવસનો અભ્યાસ
ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ પડે છેતેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી.
જે માણસે વિચાર શક્તિને ખીલવતા નથી તેઓના મનમાં ઘણું અસ્તવ્યસ્ત વિચારો હોય છે. કોઈપણ જાતના
ધ્યેય વિના વારંવાર જેમ તેમ વિના પ્રજને જેવા તેવા વિચારે કર્યા કરે છે. એક જંગલી માણસ કે અજ્ઞાન પશુ આડું અવળું વિના પ્રજને જેમ ફર્યા કરે છે, તેમ તેઓના મનમાં વગર કિંમતના વિચારો આમ તેમ ઘુમ્યા કરે છે. તેના પરિણામનું તેમને ભાન હોતું નથી. આવા મનુષ્યનાં મને જલદીથી ક્રોધ, કામાદિથી વિકૃત બને છે અને સ્થિર માનસિક વ્યાપાર તેમને અશક્ય થઈ પડે છે તેઓ અનેક પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શેક કે તેવા જ કઈ કારણથી પીડાતા હોય છે. આવી સ્થિતિમાંથી મુક્ત