Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 645
________________ પરિશિષ્ટ ચોથું. કાવ્ય વિભાગ. સિદ્ધાંત રહસ્ય અપરનામ શ્રી સીમંધર સ્વામી વિનંતિ સ્વરૂપ સાડા ત્રણ ગાથાના સ્તવનની ૧૧-૧૨ ૧૩-૧૪ અને ૧૫ એમ પાંચ ઢાળમાં, ધર્મ-રત્ન-પ્રકરણ ગ્રન્થને આધારે પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ ધર્મ સાધનામાં અતિ ઉપયોગી હકીક્તને સંક્ષેપમાં ઘણું જ સુંદર રીતે રજુ કરી છે. અહીં તે ઢાળે મૂળમાં જ આપવામાં આવી છે. એ કાવ્ય ગંભીર ભાવથી ભરેલા છે તેને કંઠસ્થ કરી નિયમિત તેને પાઠ અને તેનું પુન: પરિ. શીલન કરવાથી તેના ગંભીર અર્થે સમજવાની ચેગ્યતા આવે છે. જો કે સાડા ત્રણસો ગાથાનું આખું સ્તવન જેવું તેનું નામ છે તેવું જ સિદ્ધાંતના અનેક રહસ્યથી ભરપૂર છે. ધર્મમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવાના એક અજોડ ઉપાય રૂપ છે. આ ઢાળોનું તથા આખા સ્તવનનું ગુરુગમથી રહસ્ય સમજવા માટે પ્રયત્ન કરવો આવશ્યક છે. (શ્રાવકના ર૧ ગુણ વર્ણન સ્વરૂપ ઢાળ ૧૧ મી) એકવીશ ગુણ પરિણમે, જાસ ચિત્ત નિતમેવ; ધરમરતનની યોગ્યતા, તાસ કહે તું દેવ. ૧.

Loading...

Page Navigation
1 ... 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656