________________
પ૭૯
સુખની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થશે. જે મન છે તે પ્રિય વસ્તુ દૂર હોય તો પણ ગ્રહણ કરાય છે. અને જે મન નથી તે વસ્તુ નજીકમાં રહેલી હોવા છતાં પણ ગ્રહણ કરાતી નથી. આમ જાણનાર પુરુષને ઉન્મનીભાવ (અમનષ્કપણું) પ્રાપ્ત કરવા માટે ગુરુની ઉપાસના કરવામાં તીવ્ર ઈચ્છા કેમ ન થાય? અર્થાત્ થાય જ. કારણ કે સશુરુની કૃપા સંપાદન કર્યા વિના ઉન્મનીભાવની પ્રાપ્તિ થઈ શકતી નથી.
અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે આત્માને પ્રસન્ન કરવાની આવશ્યકતા.
હે એશ્વર્યયુક્ત આત્મા ! સુખપ્રાપ્તિાના અને દુઃખને દૂર કરવાના ઉપાયને અજાણ હોવાથી તું ધન, યશ, વિદ્યા, રાજ્ય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ, તથા રોગ, દરિદ્રતા, ઉપદ્રવાદિ અનર્થને દૂર કરવાના છે તે પ્રકારના અભિપ્રાયથી આત્મા સિવાયના પરમેશ્વર સુધીના પર પદાર્થોને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતે વૃથા મહેનત શા માટે કરે છે? રજસૂ અને તમે ગુણને દૂર કરી એક આત્માને જ જરા પ્રસન્ન કર. જેથી સંપત્તિ તે શું પણ પરમ તિ સ્વરૂપ પરમાત્માનું પ્રચુર સામ્રાજ્ય તને પ્રાપ્ત થશે.
અંતમાં ઉપસંહાર કરતાં પૂ. આચાર્ય શ્રી ફરમાવે છે કે, વિવેકી પુરૂષની પરિષદના ચિત્તને આનંદ આપનાર શાસ્ત્ર, સુગુરૂ અને અનુભવથી જે ચેગનું રહસ્ય