________________
૫૭૭
કેળને ફળ આવ્યા પછી તેને ઉખેડી નાખવામાં આવે છે કારણ કે ફરી તેમાં ફળ લાગતાં નથી. તેથીજ અહીં કહેવામાં આવ્યું છે કે ફળ દેખાવા પછી જેમ કેળને નાશ થાય છે તેમ અવિદ્યારૂપ કેળ પણ અમનસ્કતા રૂપ ફળ દેખ્યા પછી નાશ પામે છે.
મન અતિ ચંચળ છે અને વેગવાળું હોવાથી લક્ષમાં આવે તેવું નથી. તેને પ્રમાદ રહિતપણે થાકયા સિવાય ઉન્મનીભાવ રૂપ શસ્ત્ર વડે ભેદી નાંખવું.
અમનકતાના ઉદયની નિશાની. જ્યારે અમનસ્ક. ભાવની પ્રાપ્તિ થાય છે, ત્યારે ત્યાગી પિતાનું શરીર છુટું પડી ગયું હોય, બળી ગયું હોય. ઉડી ગયું હોય, એગળી ગયું હોય, અને જાણે હેયજ નહિ તેમ જાણે છે, મદેન્મત્ત ઇંદ્રિય રૂપ સર્પો રહિત અમનસ્કતારૂપ નવીન અમૃતના કુંડમાં મગ્ન થયેલે ચુંગી અનુપમ પરમ અમૃત રસને આસ્વાદ અનુભવે છે. અમનસ્કતા પ્રાપ્ત થતાં રેચક,પૂરક અને કુંભક ક્રિયાના અભ્યાસ વિના પ્રયત્ન સિવાય વાયુ પિતાની મેળેજ નાશ પામે છે. લાંબા કાળ સુધી પ્રયત્ન કરવા છતાં જે વાયુ ધારી શકાતું નથી, તે વાયુ અમનસ્કતા પ્રાપ્ત થતાં તત્કાળ એક ઠેકાણે ધારી શકાય છે. આ અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે ત્યારે અને નિર્મળ તથા આવરણરહિત તત્વ ઉદય પામે છે ત્યારે મૂલથી વાસનું ઉમૂલન કરનાર ગી મુકત જે લાગે છે. જે જાગૃત અવસ્થામાં સ્વસ્થ અને
ધ-૩૭