________________
૫૭૫
મનસ્થિરતાને ઉપાય. જ્યારે, જેમ, જે સ્થળે અને જેનાથી ગીનું ચંચળ ચિત્ત સ્થિર થાય ત્યારે, તેમ, તે સ્થળે અને તેનાથી જરાપણ ચલાવવું નહિ. આ યુક્તિવડે અભ્યાસ કરનારનું મન ઘણું ચંચળ હોય તે પણ આંગળીના અગ્રભાગ ઉપર સ્થાપન કરેલા દંડની પેઠે સ્થિર થાય છે.
દષ્ટિજય ઉપાય. દષ્ટિ પ્રથમ નીકળીને કેઈપણ ધ્યેય પદાર્થમાં લીન થાય છે. અને ત્યાંજ સ્થિરતા પામીને હળવે હળવે વિલય પામે છે–પાછી હઠે છે. એમ સર્વ ઠેકાણે ફેલાયેલી અને ત્યાંથી ધીમે ધીમે પાછી વળેલી દષ્ટિ પરમાત્મ-તત્ત–રૂપ નિર્મળ અરીસામાં આત્મા વડે આત્માને જુએ છે.
આખા વિશ્વમાં ઈચ્છામાં આવે ત્યાં રોકી શકાય તેની દષ્ટિને, એકાગ્ર કરનાર પ્રથમ કાળા બિન્દુ પર અથવા ફટિકના કે બીજા ઉજજવલ પદાર્થ પર રોકે છે અને ત્યાં સ્થિર થતાં ધીમે ધીમે તેને નાસિકાના અગ્ર ભાગ પર લાવે છે, અને ત્યાં સ્થિર થતાં પછી ત્યાંથી ખસેડી કપાળની વચ્ચે સ્થાપન કરે છે અને ત્યાંથી પછી ગુરુની આજ્ઞાનુસાર તેને અંતરમાં રોકી, સ્થિર કરી પરમ તત્વને અનુભવ કરે છે,
મન જીતવાનો ઉપાય. ઉદાસીનતામાં મગ્ન થયેલે, પ્રયત્ન વિનાને અને નિરંતર પરમાનંદ દશાની ભાવનાવાળે