Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 640
________________ પ૭૬ આત્મા કેઈ પણ સ્થળે મનને જોડતું નથી. આ પ્રમાણે થવાથી આત્મા વડે ઉપેક્ષા કરાયેલું મન કદી પણ ઇંદ્રિને આશ્રય કરતું નથી અને મનના આશ્રય વિના ઇદિયે પણ પિતાપિતાના વિષયમાં પ્રવૃત્ત થતી નથી. જ્યારે આત્મા મનને પ્રેરણા કરતો નથી, અને મને જ્યારે ઈદ્રિયોને પ્રેરણા કરતું નથી ત્યારે બન્ને બાજુથી ભ્રષ્ટ થયેલું મન પિતાની મેળેજ વિનાશ પામે છે. | મનોજયનું ફળ. જ્યારે મન, ભસ્મથી ઢંકાયેલા અગ્નિની પેઠે દેખાતું નથી અને કલાસહિત સર્વથા પાણીના પ્રવાહની આ દર પડેલા અગ્નિી પેઠે વિલય પામે છે, ત્યારે પવન વિનાના સ્થાનમાં રહેલા દીપકની માફક સંપૂર્ણ આત્મજ્ઞાન રૂપ તત્ત્વ પ્રગટ થાય છે. તત્વજ્ઞાન થયાની નિશાની. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે, તેનું શરીર સ્વેદન અને મન સિવાય પણ કે મળતા ધારણ કરે છે, તેલ વિના પણ સ્નિગ્ધતા પ્રાપ્ત કરે છે. અમનસ્કતાની પ્રાપ્તિ વડે જ્યારે મનરૂપ શલ્ય નાશ પામે છે ત્યારે શરીર છત્રની પેઠે જડતાને-અક્કડતાને તજી નમ્ર થાય છે. હંમેશાં કલેશ આપનારા શલ્ય રૂપે થયેલા અંતઃકરણને શલ્ય રહિત કરવા માટે અમનસ્કતા સિવાય બીજું કઈ ઔષધ નથી. ઉમનીભાવનું ફળ, ચંચળ ઇંદ્રિયે રૂપ પાંદડાવાળી અને મનરૂપ કંદવાળી, કેળરૂપ અવિદ્યા, અમનક્તા રૂપ ફળનું દર્શન થતાં સર્વથા નાશ પામે છે.

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656