________________
• ૫૭૮
લયની અવસ્થામાં સુતેલાની માફક રહે છે. તે લય અવસ્થામાં શ્વાસોશ્વાસ રહિત એગી મુક્ત જીવ કરતાં કઈ પણ રીતે ઉતરતા નથી. આ પૃથ્વી ઉપર રહેનારા લેકે હમેશાં જાગરણ અને સ્વપ્ન (નિદ્રા) ની અવસ્થામાં હોય છે. પરંતુ લયની અવસ્થામાં મગ્ન થયેલા તત્વજ્ઞાનીએ જાગતા પણ નથી તેમ ઉંઘતા પણ નથી ઉંઘમાં ખરેખર શૂન્યભાવ છે અને જાગૃત અવસ્થામાં જાગવા પછી પાંચે ઈદ્રિયના વિષયનું ગ્રહણ થાય છે. પરંતુ એ બને અવસ્થાઓથી પર આનંદમય તત્વ રહેલું છે.
અંતિમ ઉપદેશ. કર્મો દુઃખને માટે છે. અર્થાત્ કર્મોથી દુઃખ થાય છે. અને નિષ્કર્મપણું–કર્મ રહિત થવું તે મુખને માટે થાય છે એ પ્રસિદ્ધ છે. તે પછી જેમાં મોક્ષ સુલભ છે એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કે પ્રયત્ન ન કરે ? ભલે મોક્ષ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, પણ શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ખરેખર પરમાનન્દને અનુભવ થાય છે. કે જે પરમાનન્દની પાસે સંસારનાં સમગ્ર સુખ તૃણ તુલ્ય પણ લાગતાં નથી.
અમનસ્કતાના ફળ રૂપ આ પરમાનંદની આગળ મધુ પણ મધુર નથી, ચંદ્રના કિરણે પણ શીતલ નથી, અમૃત તે નામનું અમૃત છે. સુધા પણ વૃથા છે. તે છે મિત્ર મન ! સુખપ્રાપ્તિના બધા નિષ્ફળ પ્રયત્ન છોડી પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈશ એટલે તને સંપૂર્ણ