________________
પ૭૪
બીજાને સમજાવી શકાય ત્યાં સુધી જ મળી શકે છે પણ તે પ્રસાદી આગળને માર્ગ ખુલે કરી આપે છે.
હવે એજ વાતને આચાર્યશ્રીએ પિતાના અનુભવથી જે રીતે જણાવી છે તે રીતે અહીં સંક્ષેપમાં રજુ કરવામાં આવે છે.
જ્યાં સુધી સાધકના પ્રયત્નની ન્યૂનતા છે અને સંકલ્પ વિક૯પ થયા કરે છે, ત્યાં સુધી ચિત્તની લીનતા પણ થતી નથી તે પછી આત્મજ્ઞાનની વાત જ શી કરવી? ઉદા. સીનતામાં તત્પર થયેલે સાધક કઈ પણ વસ્તુનું ચિન્તન ન કરે કારણકે સંકથિી વ્યાકુળ થયેલું ચિત્ત સ્થિર થતું નથી. જે તત્ત્વને તે આ છે ” એમ કહેવાને સાક્ષાત્ ગુરુ પણ શક્તિમાન નથી. તે તત્વ ઉદાસીનતામાં તાર થયેલાને પિતાની મેળે પ્રગટ થાય છે.
ઉમનીભાવની પ્રાપ્તિને ઉપાય-એકાંત અતિ પવિત્ર અને રમણીય સ્થાનમાં સુખપૂર્વક બેસી શકાય તેવા આસને બેસી પગના અંગુઠાથી માંડી મસ્તકના અગ્રભાગ સુધીના શરીરના બધા અવયને (શિથિલ) ઢીલા કરી મન અને ઈન્દ્રિયોના વિષયમાં તદન તટસ્થ બની અર્થાત્ તેમના પ્રવર્તન અને નિવર્તનમાં જ્ઞાતા દષ્ટા બની, રાગ દ્વેષ રહિત ઉદાસીનતાને ધારણ કરી નિરંતર વિષયની બ્રાતિને તજ, ચેષ્ટાથી રહિત થઈ તન્મયતાને પ્રાપ્ત થયેલે ગી અત્યંત ઉન્મનીભાવને પામે છે.