________________
૫૧
ણામ ઉત્પન્ન કર્યો સિવાય તે જરિત થઈ જાય છે. વિચારમાંથી વિરામ પામવું અર્થાત્ મનને શાન્તિ આપવી તે મહાન્ અમૂલ્ય લાભ છે. નિરતર વિચાર કરવા અને નિર'તરાય પામવા. શક્તિના આ નિરક વ્યયથી શાન્તિ અકસ્માત્ નાશ પામે છે. વિચારવૃત્તિને નિવૃત્ત કરવી, આ કાર્ય સરલ નથી. વિચાર-ક્રિયા કરતાં તે અધિક કઠણ છે. જ્યાં સુધી તેના અભ્યાસ સંપૂણુ દૃઢ ન થાય ત્યાં સુધી થોડા થોડા વખત અભ્યાસ ચાલુ રાખવેા ખૂબ જરૂરી છે.
મનને વિશ્રાન્તિ આપવાના એક ઘણે! સહેલે માગ વિચારનું પરિવર્તન કરવાના છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિર'તર દૃઢતા પૂર્વક વિચાર કરતા હોય તેણે અને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચાર શ્રેણિ રાખવી જોઈએ, કે જે શ્રેણિ ઉપર તે પેાતાનું મન વિશ્રાન્તિ માટે પરાવર્તન કરી શકે. જેમૈકે, દ્રવ્યાનુયાગના વિચાર કરનારે, મગજ અથવા મનની વિશ્રાન્તિ માટે તે વિચાર શ્રેણિ મૂકી દઈ, ઘેાડા વખત કથાનુાગ-મહાપુરુષાનાં ચરિત્રાના વિચારની શ્રેણિને અંગીકાર કરવી. અથવા ધ્યાન સમાપ્ત થયા પછી જેમ મત્રીઆદિ ભાવના સંબંધી શ્રેણિ સાધકા અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી જુદા વિષયની શ્રેણિ લેવી. આથી થાકેલ કે કટાળેલ મનને, સહેલા વિષયનુ વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચાર કરવા છતાં વિશ્રાન્તિ પામી શકશે