________________
૫૭૧
થવા માટે કર્મને ઉત્તમ નિયમ ઉપર આશ્રય રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતે બને છે અકસ્માત કાંઈ થતું નથી. એ પ્રમાણે હૃદયમાં સંતોષવૃત્તિ ધારણ કરવી જોઈએ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કર્મથી આપણી સન્મુખ આવે તે ભેગવવાને સજજ થવું. શાન્તિથી તેનો સ્વીકાર કરે. તેને અનુકૂલ થવું આ નિયમને આધીન થવાથી જ તેની વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી થશે. જે કર્યો આપણને બંધનમાં રાખનાર છે, તે કર્મો તેના નિયમ પ્રમાણે આપણને પ્રવર્તાવે તેમાં આપણને દુઃખ થશે તોપણ તે દુઃખ પરિણામે સુખના માર્ગરૂપ થશે આપણાં બંધને ઓછાં કરાવનાર થશે. છેવટમાં તેથી સુખ જ થશે. જન્મ મરણના પરિભ્રમણને સંબંધ ઓછો થશે. માટે પ્રતિકૂલ સંજોગોમાં કે દુઃખ વખતે “જે થાય છે તે કર્મના નિયમને અનુસરીને થાય છે આ વિચારને નિત્ય અભ્યાસ રાખીએ તે મનની વિકળતા દૂર થાય છે. કેમકે સંતોષ અથવા વિચારની પ્રબળ શાન્તિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે.
મનને શાંતિ આપવાને સરળ મા. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે મનને આરામ આપ જરૂરી છે. જ્યારે કામ ન કરવું હોય, ત્યારે યંત્રને ચાલતું રાખવાથી તે ઘસાઈ જાય છે. તેવી જ રીતે મનની અમૂલ્ય યંત્ર રચનાને નિષ્ણજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે છે તેથી કાંઈ પણ ઉપગી પરિ