________________
પરર
સાતી જાય છે. એથી એ ભવાભવસ્વરૂપ હોવા છતાં અનેકના ભવેચ્છેદમાં કારણ બને છે. જો જગતમાં આવું કરૂણા તત્ત્વ ન હાત તા કાઈપણ જીત્રા મેાક્ષની સાથે સબંધ થઈ શકત નહી, જેમ ઘાતી કર્મો ખપ્યા પછી અવશેષ અઘાતી કર્મો જગતને આશીર્વાદ રૂપજ બને છે, તેમ પરાભાવ પ્રધાન અન્યા પછીના કરૂણાશીલ એવા તીર્થંકરના ભવા પણ સમગ્ર જગતને પરમ આશીર્વાદ રૂપ જ બને છે.
વરધિની પ્રાપ્તિ પછી ભગવાનના આત્મામાં આ કરૂણા તત્ત્વ એટલું બધુ... વિકસી જાય છે કે તે તેની પરાકાષ્ટાએ પહેાંચી જાય છે. તેમની તમામ પ્રવૃત્તિએ કરૂણા પ્રધાન હાય છે. લેાકેાના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવી યાગની મહાન વિભૂતિઓ-અતિશયાની પરપરાએ તેમની સામે ખડી થાય છે, તેમાં મુખ્ય કારણું તરીકે એમના આત્મામાં જગતના તમામ જીવા પ્રત્યે ઉત્પન્ન થયેલ અનંત કરૂણાતત્ત્વ જ છે. સૂર્ય જેમ સૌને સરખા પ્રકાશ આપે છે, પરંતુ કાઈ માણસ પેાતાના દરવાજો અધ કરી મૂકે તે તેને પ્રકાશ મળતા અટકી જાય છે, પણ તેમાં સૂર્યની ખામી કે કૃપણતા નથી, પણ તેની સામે આડ મૂકનાર જીવની વિપરીત ચેષ્ટા કારણભૂત છે. તેમ ભગવાનની કરુણા પણ સર્વ જીવા પ્રત્યે સમાન હાવા છતાં તે કરુણાને માનવા કે ઝીલવા જે તૈયાર નથી તે ભગવાનની કરૂણાને પાત્ર બનતા નથી. તીર્થંકર જેવી ઋદ્ધિ સિદ્ધિ બીજા જીવા પ્રાપ્ત કરી શકતા