________________
૧૪૬
કરનાર સાધક મૂખકમળમાંથી નીકળની ઘૂમની શિખા જેઈ શકે છે એક વર્ષ અભ્યાસ કરનાર સાધક જવાલા જોઈ શકે છે, પછી વિશેષ વૈરાગ્ય પ્રાપ્ત થતાં સજ્ઞનુ મુખ કમળ જુએ છે અને તેથી આગળ વધતાં કલ્યાણ માહાત્મ્ય, સર્વોતિશય સપન્ન અને ભામ'ડલની અંદર રહેલા જાણે સાક્ષાત્ સજ્ઞ હેાય તેમ સજ્ઞને જીવે છે. પછી તે સજ્ઞના સ્વરૂપમાં નિશ્ચયવાળા મનને સ્થિર કરી સ'સાંર અટવીનુ ઉલ્લુ’ઘન કરી મેક્ષ દિરમાં આરૂઢ થાય છે.
ક્ષિ′′ વિદ્યાનું ધ્યાન. ચ`દ્રના બિ’ખથી જાણે ઉત્પન્ન થયેલી હાય તેવી ઉજજવલ, નિરાંતર અમૃતને વરસાવતી અને કલ્યાણના કારણરૂપ ાિઁ નામની વિદ્યાનું લલાટને વિષે ધ્યાન કરવું.
૧
શશિકલાનું ધ્યાન. ક્ષીર સમુદ્રમાંથી નીકળતી, અમૃતના પાણીથી વિશ્વને પલાળતી અને મેાક્ષરૂપ મહેલના પગથિયાની શ્રણિ સમાન ચંદ્રકલાનુ' લલાટને વિષે ધ્યાન કરવુ'. આના સ્મરણ માત્રથી સ'સારના કારણરૂપ કર્મો ત્રુટી જાય છે. અને તેનું ધ્યાન કરનારા ધ્યાતા પરમ આનંદના કારણ રૂપ અવ્યયપદ સ્વરૂપ મેાક્ષ પ્રત્યે જાય છે.
પ્રણવ, રાન્ય અને અનાહતનું ધ્યાન. નાસિકાના અગ્રભાગ ઉપર પ્રણવ (કાર) શૂન્ય (૦) અને અનાહત (૬ ) આ ત્રણનું ધ્યાન કરનાર અણિમાદિ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી નિળ જ્ઞાન પામે છે. આ ત્રણેનુ' નિર'તર