________________
૫૫૩
અને વિનાશશીલ છે. આ પ્રમાણે લેકમાં આવેલાં વિવિધ દ્રવ્યની પરિવર્તનશીલતા જાણ્યા બાદ, મન તેમાં આસકિત રહિત થાય છે અને રાગદ્વેષાદિથી વ્યાકુલ બનતું નથી.
ધર્મ ધ્યાનનું ફળ. ઉપર જણાવેલા ધાર્મિક ચિન્તનથી ચિત્તને ભાવ વિશુદ્ધ થાય છે. તથા કર્મભનિત બધા વિકારે કાંતે ઉપશમ પામી જાય છે, અથવા કંઈક અંશે ક્ષીણ થાય છે. અથવા તદ્દન નષ્ટ પણ થાય છે. વળી ચિત્તની મલિનતા અને શુદ્ધિની નિદર્શક લેસ્યાઓ આવું ધર્મ ચિંતન કરનારને ક્રમે ક્રમે પીત વેશ્યા, તેનાથી પણ વિશુદ્ધ પદ્મ લેશ્યા અને તેનાથી પણ વિશુદ્ધ એવી શુકલ લેક્શા પ્રાપ્ત થાય છે.
આ ચાર પ્રકારનાં ધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંગથી તરંગિત થયેલા મનુષ્યને, પતે અનુભવ કરી શકે તેવું અતીન્દ્રિય આત્મિક સુખ અહીં જ પ્રાપ્ત થાય છે. અને પરલોકમાં દેવ મનુષ્યની સુગતિ, બધિ, સમાધિ અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ થાય છે.
અનિત્યાદિ ભાવનાઓ, મિત્રી આદિ ભાવનાઓ તથા જ્ઞાનાદિ ભાવનાએ આ ધ્યાન માટે અતિ ઉપયોગી છે. ઘણું આત્માએ તેના આલંબનથી શુકલ ધ્યાન પર આરૂઢ થઈ, કેવળજ્ઞાન પામ્યા છે.
શુકલ ધ્યાન શુકલ ધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં દ્રવ્યના અર્થ,