________________
પપા
ગ્રાહક ભાવથી રહિત એવું તન્મયપણું પ્રાપ્ત કરે છે. આ રીતે યોગી જ્યારે અનન્ય ભાવે તન્મયપણું પ્રાપ્ત કરે છે, ત્યારે તેને કેઈપણ આલંબન રહેતું ન હોવાથી તે સિદ્ધત્મામાં એવી રીતે લય પામે છે કે ધ્યાતા અને ધ્યાન એ બંનેને અભાવ થતાં ચેય જે સિદ્ધ પરમાત્મા તેની સાથે જ એકરૂપ બની જાય છે. આ જે સમરસ ભાવ તેનું નામ જ આત્મા સાથે પરમાત્માનું એકીકરણ છે કારણ કે તે વખતે આત્મા જરાપણ ભેદ વિના પરમાત્મામાં લીન થાય છે. •
નિરાલંબન યાનને કમ. પ્રથમ પિંડસ્થ આદિ લક્ષ્યવાળા ધ્યાનના કમે અલક્ષ જે નિરાલંબન ધ્યાન તેમાં આવવું. પ્રથમ સ્થૂલ લઈ, અનુક્રમે સૂમ ચેચેનું ચિંતન કરવું. અને રૂપસ્થ આદિ આલંબન યેથી નિરાલંબન (સિદ્ધ અરૂપિ) ઘેમાં આવવું. આ ક્રમે અભ્યાસ કરવામાં આવે તે તત્વને જાણકાર સાધક થડા વખતમાં તવ પામી શકે. આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનરૂપી અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતના તને સાક્ષાત કરી-તને અનુભવ કરી આત્માની વિશુદ્ધિ કરે છે.
બીજી રીતે ધર્મધ્યાનના ચાર પ્રકાર.
હવે બીજી રીતે એટલે કે આજ્ઞા, અપાય, વિપાક