________________
૫૬૨
ઉપર દૃઢતાથી જોડી રાખવું તેને એકાગ્રતા કહેવામાં આવે છે. આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યાં વિના ખીજે કાઈ ઉપાય જ નથી. તે સિવાય આગળ વધી શકાય નહિ માટે પ્રબળ પુરુષાર્થ ફારવીને પણ એકાગ્રતા સિદ્ધ કરવી જોઈએ. ખરી રીતે જોતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાન્ત થતી નથી, પણ મનની સમગ્ર શક્તિને એકજ માગે વહન કરાવાય છે. નદીના અનેક જુદા જુદા વડુન થતા પ્રવાહા પ્રવાહના મૂળ અળને જુદા જુદા ભાગમાં વહેચી નાખે છે. તેથી પ્રવાહનું મૂળ ખળ ભાંગી જાય છે અને તે જોશથી પ્રખળ કાય કરી શકતુ નથી. પણ જો તે બધા પ્રવાહા એકત્ર મળીને એક જ દિશામાં વહેતા હોય તેા મહાન કાર્યકારી બની શકે. તેવી રીતે એકાગ્રતાથી એકજ પ્રવાહે વડુન થતું અને તેથી મજબૂત થયેલું પ્રખળ મન જે ઘેાડા વખતમાં કાય કરી શકશે તે અસ્ત-વ્યસ્ત જુદા જુદા વહન થતા મનના પ્રવાહો કામ નહિ જ કરી શકે. એટલા માટે જ એકાગ્રતાના મહાન ઉપચેાગીપણા વિષે દરેક મહાપુરૂષાએ વિશેષ ભાર આપ્યા છે. એકાગ્રતા જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે મન તરગ વિનાના સરાવરની માફક શાન્ત બને છે. આ અવસ્થા સ્વલ્પકાળથી વધારે વખત રહેતી નથી, પર`તુ આ સ્વપ વખતની પણ ઉત્તમ અવસ્થાને લય અવસ્થા કહેવામાં આવે છે. આ લય અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં તત્ત્વજ્ઞાનઆત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એકાગ્રતાનુ' અ'તિમ ફળ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ છે. હવે એકાગ્રતા કેવી રીતે કરવી તે વિચારીએ.