________________
૫૬૫
નથી જ ” કદાચ પેસી જાય તે તત્કાળ તેને કાઢી નાખવા. તેમજ તે ખરાબ વિચારોને સ્થાને તેનાથી પ્રતિપક્ષી અર્થાત સારા વિચારોને તરત જ સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કે ઘડા વખત પછી પિતાની મેળે જ સારા વિચારે કરશે. અને અસત્ વિચારે પિતાની મેળે દૂર થશે. માટે શરૂઆતમાં ઉપર જણાવેલ દઢ સંકલ્પ કરે જ. આપણું મનમાં આવતા વિચારની જે આપણે પિતે તપાસ કરીશું તે ખાત્રી થશે કે જે વિચારેને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ તે જ પ્રકારના વિચારો વારંવાર આવે છે. પિતાની સામાન્ય પ્રકૃતિને અનુકૂલ જે વિચારે હોય તેનું મન આકર્ષણ કરે છે માટે જ આપણે આપણી પ્રકૃતિના ઘડતર માટે નિર્ણય કરે જોઈએ કે
આવા જ વિચારે મારે કરવા અને આવા વિચારો ન જ કરવા.” જો કે એકાગ્રતાનું બળ વધે છે ત્યારે એકાગ્રતાના જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે તેથી આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા, તે કામ મન પછી પિતાની મેળે કરી લેશે. પણ એકાગ્રતાની શરૂઆતમાં તે તેને આવી ટેવ પડાવવી જ પડશે. વળી ખરાબ વિચારે મનમાં આવે ત્યારે તે વિચારોની સાથે પ્રત્યક્ષ યુદ્ધ ન કરવું. પણ તે વખતે ખરાબ વિચારોને સારા વિચારમાં ફેરવી નાખવા. તાત્પર્ય એ છે કે ખરાબ વિચારોની સામે સારા વિચારે ગોઠવી દેવા. તેમ કરવાથી ખરાબ વિચારો પિતાની મેળે દૂર થઈ જશે. કેઈપણ વિચારોની સાથે