________________
૫૩
આકૃતિ ઉપર એકાગ્રતા. કોઇ પણ પૂજ્ય પુરુષ ઉપર ભક્તિવાળા માણસા ઘણી સહેલાઈથી એકાગ્રતા કરી શકે છે. ધારી કે તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છદ્મસ્થ અવસ્થામાં રાજગૃહીનગરીની પાસે આવેલા વૈભારિગિરના પહાડની એક ગીચ ઝાડીવાળા પ્રદેશમાં આત્મધ્યાનમાં નિમગ્ન થઈ ઉભેલા છે. આ સ્થળે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહના ધોધ અને તેમની આજુબાજુના હરિયાળ શાન્ત અને રમણીય પ્રદેશ આ સવ તમામ માનસિક વિચારોથી કલ્પે. આ કલ્પના મનને શરૂઆતમાં ખુશી રાખનાર છે. પછી મહાવીરપ્રભુની પગથી તે મસ્તકપર્યન્ત સર્વ આકૃતિ એક ચિતારા જેમ ચિતરતા હાય, તેમ હળવે હળવે તે આકૃતિનુ ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખે, અનુભવે, આ આકૃતિને સ્પષ્ટપણે તમે દેખતા હા તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખી તેના ઉપર તમારા મનને સ્થિર કરી રાખો, થોડા વખત તેમ અભ્યાસ કરવાથી ધીમે ધીમે મન એકાગ્ર થતું જશે, અથવા લગવાનની મૂર્તિ ઉપર એકાગ્રતા કરે. એજ રીતે તેમના સમવસરણના ચિતાર ખડા કરી તેના ઉપર એકાગ્રતા કરે. એજ રીતે ચાવીશે તીર્થંકરોનુ આલખન લઈ એકાગ્રતા કેળવી શકાય છે. ઉપરાંત આપણા પરમ ઉપકારી કોઈપણ ચેાગી—મહાત્મા હોય તે તેમની આકૃતિ ઉપર પણ એકાથતા કરા. ગમે તે ઉત્તમ અવલંબન લઈને એકાગ્રતા કરવી એ તાત્પય છે.