________________
પ૬૭ રાગ-નેહ થતું હોય તે તે વસ્તુની ઉત્પત્તિનું મૂળ અને તેનું અંતિમ પરિણામ આ બેને બારીકાઈથી વિચાર કરતાં રાગને બદલે વિરાગ થશે. કદાચ કોઈ અમુક પ્રકારને ખરાબ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાને દુરાગ્રહ કરતે હેય ત્યારે તેનાથી વિપરીત ભાવના દેખાડનાર એક સૂત્ર કે પદ મઢે કરી રાખવું અને તે પદ કે સૂત્રનું વારંવાર મનમાં પુનરાવર્તન કર્યા કરવું. આમ નિરંતર કરવાથી થોડા જ દિવસો પછી તે ખરાબ વિચારે બંધ પડશે.
વિચારેને સુધારવા માટે નિદ્રાને ત્યાગ કરો કે ઈષ્ટ દેવનું સ્મરણ કરી તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે સુંદર વર્તન કરવાની તમારી ઈચ્છા હોય તેવી જ શિખામણ મનને આપે. ઉત્તમ શિક્ષાવાળાં પદે કે ભજનોનું ધીમે ધીમે પઠન કરો. પઠન કરતી વખતે મનને તમામ પ્રવાહ પ્રબળતાથી તેમાં વહન કરાવે. અર્થાત્ વિક્ષેપ વિના મન, વચન, કાયાની એકાગ્રતા પૂર્વક તે પદે બેલે. તેનાથી અંતઃકરણને દઢ વાસિત કરે અને ત્યાર પછી જ બીજું કામ કરે. આમ કરવાથી દિવસના કેઈ પણ ભાગમાં જ્યારે તમારું મન કેઈ કામમાં નહિ રોકાયેલું હોય ત્યારે તે પદોનું તે પુનરાવર્તન કર્યા કરશે. આમ થવાથી દિવસના મોટા ભાગમાં મન શુભ ભાવનાથી વાસિત થઈ રહેશે.
ખરાબ વિચારો એ માનસિક રોગ છે. ભલે તે જુદા જુદા અનેક આકારે પ્રગટ થાય પણ મૂળ તે તે બધા વિકૃત મનના પરિણામે છે. જુદા જુદા તે તમામ ખરાબ