________________
૫૬૦
એવા અવિવેકી જીવા આત્માથી ખીજીવસ્તુ અર્થાત્ પુદ્ગલામાં સતાષ પામે છે. પરંતુ ખાહ્ય વિષયેામાં જેમની સુખની ભ્રાન્તિ દૂર થયેલી છે, એવા જ્ઞાની પુરુષા આત્માને વિષેજ સંતુષ્ટ થાય છે-સંતાષ પામે છે. જ્ઞાની પુરુષોને વિના પ્રયત્ને પ્રાપ્ત થઈ શકે તેવું મેક્ષપદ ખરેખર આત્મામાં જ છે, તેથી તે જ્ઞાની પુરુષો માત્ર આત્મજ્ઞાન મેળવવા ઈચ્છે છે. જેમ સિદ્ધ રસના સ્પર્શથી લેતું સુવણુ ભાવને પામે છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે.
સદ્ગુરુની ઉપાસના. જેમ નિદ્રામાંથી જાગૃત થયેલા મનુષ્યને પૂર્વ અનુભવેલા પદાર્થોનુ કોઇના કહ્યા સિવાય જ્ઞાન થાય છે, તેમ પૂર્વજન્મના સ`સ્કારથી કાઈના ઉપદેશ સિવાય પણ સ્વયમેવ આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. તાપ એ છે કે જેણે અન્ય જન્મમાં આત્મતત્ત્વના અભ્યાસ કર્યાં છે, તેને આ જન્મમાં ગુરુના ઉપદેશ સિવાય પણ આત્મજ્ઞાન થાય છે અથવા જન્માન્તરના સંસ્કાર સિવાય પણ ગુરુના ચરણની સેવા કરનારા, પ્રશમયુક્ત અને શુદ્ધ ચિત્તવાળાને ગુરુની કૃપાથી ચાક્કસ રીતે આ જન્મમાં પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમાં જેણે જન્માંતરમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ કર્યાં છે, તેને ગુરુ તે તત્ત્વજ્ઞાનની બાબતમાં દૃઢ પ્રતીતિ કરાવનારા થાય છે, અર્થાત્ જે તત્ત્વ જ્ઞાન થયુ છે તે ખરાબર છે, એવું ચાક્કસ કરી આપનાર ગુરુ છે. અને જેને જન્માંતરના તત્ત્વજ્ઞાનના સંસ્કાર નથી તેને તત્ત્વજ્ઞાનમાં ગુરુ આ જન્મમાં માદક થાય છે.