________________
પપટ
ગ્રહણ કરમાર બાહ્યાત્મ (બહિરાભા) કહેવાય છે. અર્થાત્ શરીર તે હું, એ રીતે શરીરાદિકમાં “મટું' બુદ્ધિ રાખનાર અને ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી પુત્રાદિને વિષે “મમરા બુદ્ધિ રાખનાર એટલે પિતાના માનનાર અને તેમના સંગ વિયેગથી સુખી દુઃખી થનાર બાહ્યાત્મા (બહિરામા ) કહેવાય છે.
અંતરાત્માનું સ્વરૂપ. શરીરને હું અધિષ્ઠાતા છું, શરીરમાં હું રહેનારે છું, શરીર મારું રહેવાનું ઘર છે, અથવા શરીરાદિને હું દૃષ્ટા છું, આદિ શબ્દથી ધન, સ્વજન કુટુંબ, સ્ત્રી પુત્રાદિ એ સાંગિક છે તથા પર છે. સંગ વિચગે એ શુભાશુભ કર્મવિપાક–જન્ય છે, એમ જાણી સોગ વિયેગમાં હર્ષ શેક ન કરતાં દષ્ટા તરીકે રહે તે અંતરાત્મા કહેવાય છે
પરમાતમ સ્વરૂપ. જ્ઞાનસ્વરૂપ, આનંદમય, સમગ્ર -ઉપાધિથી રહિત, પવિત્ર, ઈન્દ્રિયોને અગોચર, અને અનંત ગુણેનું ભાજન જે હોય તેને જ્ઞાનીએ પરમાત્મા તરીકે ઓળખાવે છે.
ભેદજ્ઞાનનું ફળ. આત્માને શરીરથી જુદે જાણ અને શરીરને સત્ એવા આત્માથી જુદું જાણવું. એ પ્રમાણે જે આત્મા અને શરીરનો ભેદ જાણે છે, તે ચગી આત્મનિશ્ચય કરવામાં અલના પામતે નથી.
જેમની આત્મતિ આવરણને લીધે ઢંકાયેલી છે,