________________
૫૫૭
વિક્ષિપ્ત. જ્યાં ત્યાં ભમતુ' અસ્થિર મન વિક્ષિપ્ત કહેવાય છે. પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે મનમાં અનેક જાતનાં વિક્ષેપે આવ્યા કરે છે. મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પણ આથી અભ્યાસીએ કાંઈ નાશીપાસ થવાનુ નથી, કિંતુ હિંમત રાખીને પેાતાના અભ્યાસ આગળ વધાર્યા કરવાના છે, એ પ્રમાણે લાંખા કાળ સુધી સતત રીતે આદર અને બહુમાન પૂર્વક અભ્યાસ ચાલુ રાખવામાં આવે તેા ઘણી ચપળતા અને વિક્ષેપવાળુ' પણું મન શાન્ત થઈ સ્વાધીન બની જાય છે. માટે સાધકે મનેાજય સાધવા માટે તેનેા અભ્યાસ સતત ચાલુ રાખવે.
યાતાયાત. પહેલી વિક્ષિપ્ત દશા એળગ્યા પછી મનની ખીજી દશા યાતાયાત નામની આવે છે. યાતાયાત એટલે જવુ' અને આવવું. જરાવાર મન સ્થિર રહે વળી ચાલ્યું જાય, અર્થાત્ વિકલ્પા આવી જાય. વળી ઉપયાગથી સ્થિર કર્યું, વળી ચાલ્યું જાય, આ યાતાયાત અવસ્થા છે. પહેલી વિક્ષિપ્ત દશા કરતાં મીજી યાતાયાત નામની દશા શ્રેષ્ઠ છે. તેમાં કાંઈક આનદના અંશ રહેલા છે, કારણકે જેટલી વાર મન સ્થિર હાય તેટલી વાર તે આનંદ સહિત હાય છે. વિક્ષિપ્ત અને યાતાયાત આ બન્ને પ્રકારનાં મન પ્રથમ અભ્યાસીને હાય છે અને તે વિકલ્પપૂર્ણાંક બાહ્મવિષયને ગ્રહ્મણ કરે છે.
ક્લિષ્ટ સ્થિર અને આનંદવાળુ. ચિત્ત શ્લિષ્ટ