________________
પરિશિષ્ટ ત્રીજું. અનુભવ વાણું ,
(ગશાસ્ત્રના બારમાં પ્રકાશને આધારે )
આ પરિશિષ્ટમાં ગીસમ્રાટ પૂ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના યોગવિષયક સ્વાનુભવને સાધકને જરૂરી માર્ગદર્શન મળે તે રીતે સંક્ષિપ્ત ભાવાર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યું છે.
સ્વાનુભવ પ્રગટ કરતાં તેઓશ્રી શરુઆતમાંજ ફરમાવે છે કે સિદ્ધાંતરૂપ સમુદ્રથી અને ગુરુના મુખથી ચેગ સંબંધી જે કાંઈ જાણ્યું હતું તે પૂર્વે સારી રીતે જણાવી દીધું છે. હવે મને પિતાને યોગ સંબંધી જે કાંઈ અનુભવથી સિદ્ધ થયું છે, તે નિર્મળ તત્વને અહીં પ્રકાશિત કરૂં છું.
ગનો સર્વ આધાર મન ઉપર છે. મનની અવ. સ્થાઓ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા સિવાય, વેગમાં પ્રવેશ થઈ શકતું નથી. માટે આચાર્યશ્રી પ્રથમ મનની સ્થિતિના ભેદે બતાવે છે.
મનના ભેદે. વિક્ષિપ્ત, યાતાયાત, લિષ્ટ, અને સુલીન, એમ ચાર પ્રકારનું મન છે. અને તે તેના જાણકાર માનને ચમત્કાર કરવાવાળું થાય છે.