________________
પપપ
સમાધિ કેવળજ્ઞાન અને કેવળદર્શનવાનગી , સર્વ કર્મોથી મુક્ત થઈ, આદિ અનંત, અનુપમ, અવ્યાબાધ અને સ્વભાવથી પેદા થયેલ આત્મિક સુખને પામી જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે, આનું નામ પરમ સમાધિ છે. સર્વ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. આ સમાધિ પરિપૂર્ણ છે. તેમજ અનુપમ છે, એટલે આ સ્થિતિને કેઈપણ ઉપમા આપી શકાતી નથી. ઉપમા ન આપવાનું કારણ, તેવી સર્વોત્કૃષ્ટ રિથતિનો દુનિયામાં અભાવ છે. તે સમાધિ સુખ અવ્યાબાધ એટલે કેઈપણ પ્રકારની કાયિક કે માનસિક પીડા વિનાનું છે. જ્યાં શરીર અને મન છે ત્યાં જ આધિ, વ્યાધિ અને અનેક પ્રકારની ઉપાધિ લાગી પડે છે. આ મુક્તામાને શરીરાદિ સર્વ ઉપાધિનો અભાવ હોવાથી તેવી કેઈપણ પ્રકારની વ્યાબાધા તેમને નથી. કેવળ આત્મસ્વભાવનું સુખ હોવાથી તે પરમ સુખ છે. •
આ દેહમાં રહી અનેક પ્રકારની સમાધિઓ થઈ શકે છે, તેવું અન્ય દર્શનકારો કહે છે. તે સર્વ સમાધિએન. સમાવેશ ધ્યાનમાં જ થઈ શકે છે. શ્રી જિનેશ્વરોએ બતાવેલ ધ્યાન અને અન્ય દર્શનકાએ બતાવેલી સમાધિની સરખામણ જે પરસ્પર કરવામાં આવે તો આ વાતની ખાત્રી સહજ થઈ શકે, આ પ્રમાણે વેગના આઠ અંગેની સંક્ષિપ્ત વિચારણા અહીં સમાપ્ત થાય છે.