________________
૫૫૮
કહેવાય છે. તે મનની આત્મામાં સ્થિરતા હોવાથી આનંદ યુક્ત હોય છે. - સલીન, અત્યંત સ્થિર અને પરમાનન્દ યુક્ત ચિત્તને સુલીન કહેવામાં આવે છે. શિલષ્ટ અને સુલીન આ બને પ્રકારનું ચિત્ત, માત્ર ચિત્તગત ધ્યેયરૂપ વિષયને ગ્રહણ કરે છે પણ બાહા વિષયને ગ્રહણ કરતું નથી. જેટલી મનની સ્થિરતા અધિક તેટલે આનંદ અધિક. મનની બીજી અવ
સ્થા કરતાં ત્રીજી અવસ્થામાં સ્થિરતા વિશેષ હોવાથી આનંદ પણ વિશેષ હોય છે. ચોથી અવસ્થામાં તેથી પણ અધિક સ્થિરતા હોય છે. તેમાં મન અત્યંત નિશ્ચલ થાય છે. અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે. આ પ્રમાણે વારંવાર અભ્યાસથી ભેગી નિરાલંબન ધ્યાનને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ સ્વાભાવિક વિક્ષિપ્ત ચિત્તથી ચાતાયાત ચિત્તને અભ્યાસ કરે, યાતાયાત ચિત્તથી શિક્ષણ ચિત્તને અભ્યાસ કરે, અને શ્લિષ્ટ ચિત્તથી સુલીન ચિત્તને અભ્યાસ કરે. એમ પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સમરસ ભાવની પ્રાપ્તિથી પરમાનન્દને અનુભવે છે.
સમરસભાવની પ્રાપ્તિનો ક્રમ, બાહ્યાત્મભાવને - ત્યાગ કરી પ્રસન્નતાયુક્ત અંતરાત્મા વડે પરમાત્મામાં તન્મય થવા માટે રોગીએ નિરંતર પરમાત્મભાવનું ચિન્તન કરવું.
બાઘાત્માનું સ્વરૂપ, આત્મ બુદ્ધિથી શરીરાદિકને