________________
૫૫૨
અને સંસ્થાનના ચિંતન કરવા રૂપ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર કહેવામાં આવે છે.
આજ્ઞાવિચય. પૂર્વાપર બાધારહિત સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાને આગળ કરી તત્વથી પદાર્થોનું ચિંતવન કરવું તે આજ્ઞાવિચય ધ્યાન કહેવાય છે. સર્વજ્ઞ ભગવતે કહેલું સૂક્ષ્મ વચન પણ હતું કે યુક્તિ વડે ખંડિત થતું નથી, તે સર્વજ્ઞનું વચન આજ્ઞારૂપે સ્વીકારવું જોઈએ, કેમકે જિનેશ્વરે અસત્ય બોલતા નથી.
અપાય વિચય. રાગ, દ્વેષ, કષાય વગેરે દેથી થતાં કષ્ટને વિચાર કરે તે અપાય વિચય ધ્યાન કહેવાય છે. એ ચિંતન કરવાથી મનુષ્ય રાગદ્વેષાદિથી થતાં ઐહિક અને પારલૌકિક દુઃખમાંથી બચવા તત્પર થાય છે અને અંતે તેમને ક્ષય કરી બધાં પાપકર્મોથી નિવૃત્ત થઈ શકે છે.
વિપાક વિચય. પ્રતિક્ષણ ઉત્પન્ન થતા કર્મફળના ઉદયને અનેક પ્રકારે વિચાર કરે તે વિપાક વિચય ધ્યાન કહેવાય છે. તે વિચાર આ પ્રમાણે કરવાને છે કે અરિહંત ભગવાનની ઉંચામાં ઉંચી સંપદાઓ છે, તે પુણ્ય કર્મોનું ફળ છે અને નારકીના છની ઉત્કૃષ્ટ વિપદાઓ છે, તે પાપ કર્મોનું ફળ છે.
સંસ્થાના વિચય. આખા લેકનું સંસ્થાન-આકૃતિ -સ્વરૂપ વિચારવું તે સંસ્થાના વિચય ધ્યાન કહેવાય છે. જેમ કે આ અનાદિ અને અનંત આ લેક ઉત્પત્તિ