________________
૫૩૩
અધ્યાત્મ જ્ઞાનમાં લીન થવાથી રોગ સિદ્ધિ થાય છે. સદ્દગુરૂની ઉપાસના ઉપર ગાઢ ઈચ્છા કરવી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને આત્માને પરમ બ્રહ્મામાં જ દેવે એજ ગની સિદ્ધિને પરમ ઉપાય છે,
છતાં પ્રાણાયામના વિષયમાં એટલું વિશેષ સમજવાનું કે ગીઓને નાના પ્રકારની રૂચિ થાય છે અને પોતાની રૂચિ પ્રમાણે યોગને ઉપાય કરવામાં આવે તે ઉત્સાહ રહે, તેથી કઈ વ્યકિતને પ્રાણાયામથી પણ ફળ સિદ્ધિ થવી સંભવે છે. તથા જે પ્રાણની ઈન્દ્રિય વૃત્તિને નિરોધ પ્રાણ વૃત્તિના નિરધથી જ થઈ શકે તેમ હોય તેને આ પ્રાણયામ નામનું અંગ ઉપયોગી છે.
ઉપરાંત શારીરિક આરોગ્ય, મૃત્યજ્ઞાન વિગેરે કેટલીક અન્ય બાબતે તેનાથી સિદ્ધ થાય છે, તેટલા પૂરતું તેનું પ્રયેાજન સ્વીકારવામાં આવ્યું છે.
(૫) (૬) પ્રત્યાહાર અને ધારણા.
ઈન્દ્રિય સહિત મનને વિષયમાંથી ખેંચી લઈ પ્રશાન્ત બુદ્ધિવાળા પુરૂષે ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરવું, તે પ્રત્યાહારનું લક્ષણ છે. એ પ્રમાણે વિષમાંથી પાછા ખેંચેલા મનને પછી નાભિ, હૃદય નાસિકાનો અગ્રભાગ, કપાળ, ભ્રકુટી તાળવું, આંખ, મુખ, કાન, અને માથું, એ બધા ધારણાના સ્થાનેમાંથી કઈ એક સ્થાને નિશ્ચલ કરવું તે ધારણ કહેવાય છે. ઉપર