________________
નાંખવી. પછી વારૂણ મંડલને શાન્ત કરવું, તે વારૂણી: ધારણ કહેવાય છે.
તત્ત્વજૂ ધારણું. ત્યાર પછી શુદ્ધ બુદ્ધિવાળા એગીએ સાત ધાતુ વિનાના, પૂર્ણ ચંદ્રની માફક નિર્મલ કાંતિવાળા અને સર્વજ્ઞ સમાન પિતાના આત્માને ચિંતવ. પછી સિંહાસન ઉપર આરુઢ થયેલા, સર્વ અતિશયથી સુશોભિત, સર્વ કર્મોને નાશ કરનારા અને કલ્યાણકારક મહિમાવાળા,પોતાના શરીરની અંદર રહેલા, નિરાકાર આત્માને ચિંતવે. એ તરવભૂ નામની ધારણા જાણવી. આ પિંડ ધ્યાનને હમેશાં અભ્યાસ કરનાર ગી મોક્ષ સુખ પામે છે.
પિંડસ્થ ધ્યેયનું માહાત્મ્ય. આ પ્રમાણે નિરંતર પિંડસ્થ ધ્યાનમાં અભ્યાસ કરનાર ગીને દુષ્ટ વિદ્યા, મંત્ર, મંડલ, શક્તિ વગેરે પરાભવ કરી શકતાં નથી. શાકિનીઓ, ક્ષુદ્ર ગણીઓ, પિશાચે અને માંસ ભક્ષણ કરનારાઓ, તે યેગીના તેજને સહન નહી કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામે છે. તેમજ દુષ્ટ હાથી. સિંહ, શરન અને સર્પો મારવાની ઈચ્છાવાળા પણ તંભિત થયેલાની માફક દૂર ઉભા રહે છે. પિંડસ્થ ધ્યાનનું આ સામાન્ય ફળ છે. વિશેષ ફલ કર્મ ક્ષયથી ઉત્પન્ન થનાર મેક્ષ છે.
પદસ્થ ધ્યાન. પવિત્ર પદોનું આલંબન લઈને જે ધ્યાન કરવામાં આવે છે, તેને સિદ્ધાન્તના પારગામી પુરૂએ પદસ્થ ધ્યાન કહેલું છે.