________________
૫૩૭
પ્રમાણ એક લાખ એજનના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીઓવાળું કમલ ચિંતવવું, તે કમળના મધ્યભાગમાં કેસરાઓની અંદર દેદીપ્યમાન પીળી પ્રભાવાળી અને મેરૂ પર્વત જેટલી પ્રમાણ વાળી કણિકા છે એમ ચિંતવવું. તે કર્ણિકા ઉપર એક ઉજજવલ સિંહાસન છે, તેના ઉપર બેસી કર્મોને મૂળથી ઉખેડી નાખવાને પ્રયત્ન કરતા પિતાને ચિંતવ, તે પાર્થિવી ધારણું કહેવાય છે,
આગ્નેયી ધારણા. તથા નાભિની અંદર સેળ પાંખ ડીવાળું કમલ ચિંતવવું, તે કમલની કણિકામાં મહામંત્ર (ર) સ્થાપન કરે. અને તે કમલનાં દરેક પત્રમાં અનુક્રમે જ કાર આદિ સે સ્વરે સ્થાપવા.
પછી હૃદયમાં આઠ પાંખડીનું કમલ ચિંતવવું. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો અનુક્રમે એક એક પાંખડીમાં સ્થાપન કરવાં. અને તે કમળનું મુખ નીચું રાખવું. અર્થાત સેળ પાંખડીવાળા કમળના ઉપર જાણે અધર ઝુલતું હેય તેમ નીચા મુખે તે કમળ રાખવું. પછી રેફ બિન્દુ અને કલાયુક્ત મહામંત્રમાં જે (ઈં) અક્ષર છે તેના રેફમાંથી હળવે હળવે નીકળતી ધૂમાડાની શિખા ચિંતવવી. પછી તેમાંથી અગ્નિના કણિએ નીકળતા ચિંતવવા અને પછી અનેક જવાળાઓ નીકળતી ચિંતવવી. તે વાલાઓના સમૂહથી હૃદયની અંદર રહેલું (આઠ કર્મોથી બનેલું આઠ પાંખડીવાળું) કમળ બાળવું અને તે મહામંત્ર