________________
૫૩૮
(અઢું ધ્યાનથી ઉત્પન્ન થયેલ પ્રબળ અગ્નિ અવશ્ય તે કર્મવાળા કમલને બાળી નાખે છે એમ ચિંતવવું. પછી શરીરની બહાર ત્રણ ખુણાવાળ બળતે અગ્નિને જન્ધ (કુંડ) સાથિયાના ચિન્હવાળો અને વદ્વિબીજ (૨) રકાર સહિત ચિંતવ. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલી અગ્નિની જવાલા અને બહારના વદ્ધિપુરની જવાળા, એ બને વડે કરી દેહ અને આઠ કર્મનું બનેલું કમળ તે બને બાળીને તત્કાળ ભસ્મસાત્ કરી શાન્ત થવું, તેને આનેયી ધારણ કહે છે.
વાયવી ધારણું. ત્યાર પછી ત્રણ ભુવનના વિસ્તારને પૂરી દેતા, પર્વતને ચલાયમાન કરતા અને સમુદ્રને ક્ષોભ પમાડતા, પ્રચંડ વાયુને ચિંતવ. અને પૂર્વે શરીર તથા કમલને બાળીને જે રાખ કરવામાં આવી છે, તેને આ વાયુવડે ઉડાડી નાખી દઢ અભ્યાસે–પ્રબળ ધારણ કરી તે વાયરાઓને પાછે શાન્ત કરે, એને મારૂતી નામની ત્રીજી ધારણું કહેવાય છે.
વારૂણી ધારણું. અમૃત સરખા વરસાદને વરસાવનાર, મેઘની માળાએથી વાદળાંઓથી ભરપૂર આકાશને ચિંતવવું. પછી અર્ધચંદ્રાકાર કલાબિંદુ સહિત વરૂણ બીજ (જૈ)ને સ્મરવું, તે વરૂણ બીજથી ઉત્પન્ન થયેલા અમૃત સરખા પાણીથી આકાશને ભરીને પૂર્વે શરીરથી પેદા થયેલ રજ, જે આકાશમાં ઉડાડી હતી, તે રજને તે પાણીથી ધોઈ