________________
પરિશિષ્ટ બીજું યોગનાં આઠ અંગે
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણા, દયાન અને સમાધિ આ વેગનાં આઠ અંગો છે. રોગશાસ્ત્રમાં યોગનાં આઠ અંગોને નીચે પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો છે.
(૧) યમ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રતને યમની સંજ્ઞા આપવામાં આવી છે. શ્રાવકના અણુવ્રતના અધિકારમાં તથા મુનિરાજોના મહાવ્રતના અધિકારમાં આ યાનું સ્વરૂપ આવી જાય છે. આ પુસ્તકમાં તે હકીકત આગળ આવી ગઈ છે.
(૨) નિયમ. શ્રાવકના ત્રણ ગુણવ્રતે અને ચાર શિક્ષાવ્રતમાં તથા શ્રાવકની દિનચર્યામાં સાધકને ઉપયોગી અનેક નિયમનું વર્ણન આ પુસ્તકમાં તે તે સ્થળે કરવામાં આવ્યું